તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
બહામાસમાં સ્વતંત્રતા ઉત્સવ માતમમાં ફેરવાયો: ટેક-ઓફના થોડા સમય બાદ જ નાનું વિમાન તૂટી પડ્યું:૧૦ મુસાફરોના કરૂણ મોત
ભયાનક આગની જ્વાળાઓમાં પ્લેનનો કાટમાળ ખાખ: આસપાસની હોસ્પિટલોમાં મેડિકલ ઇમરજન્સી જાહેર: બ્લેક બોક્સની શોધખોળ શરૂ

નવી દિલ્હી: કેરેબિયન દેશ બહામાસમાં જ્યારે આખો દેશ પોતાના સ્વતંત્રતા દિવસની ઉજવણીના રંગમાં રગાયેલો હતો, ત્યારે એક મોટો વિમાન અકસ્માત સર્જાયો છે. સ્થાનિક એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ૧૦ થી વધુ મુસાફરોને લઈને જઈ રહેલું એક નાનું ટ્વિન-એન્જિન એરક્રાફ્ટ એરપોર્ટ પરથી ટેક-ઓફ થયાની ગણતરીની મિનિટોમાં જ નિયંત્રણ ગુમાવી બેઠું હતું અને રનવેથી થોડે દૂર જઈને જોરદાર ધડાકા સાથે જમીનદોસ્ત થઈ ગયું હતું. પ્લેન ક્રેશ થતાં જ તેમાં ભયાનક આગ ફાટી નીકળી હતી.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત શુક્રવારે (10મી જુલાઈ) બહામાસની રાજધાની નાસાઉના પશ્ચિમ ભાગમાં આવેલા ઉત્તર એન્ડ્રોસ (North Andros) નજીક સર્જાયો હતો. બહામાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન ઓથોરિટી (AAIA) ના જણાવ્યાનુસાર, સેસ્ના 402 (Cessna 402) - જે બહામાસમાં જ રજિસ્ટર્ડ હતું. આ વિમાને રાજધાની નાસાઉના 'લિન્ડેન પિંડલિંગ આંતરરાષ્ટ્રીય વિમાનમથક' પરથી ઉડાન ભરી હતી અને તે સાન એન્ડ્રોસ જઈ રહ્યું હતું. જ્યારે વિમાન પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલા જ તે ક્રેશ થઈ ગયું હતું.
બહામાસના પ્રધાનમંત્રી ફિલિપ બ્રેવ ડેવિસે શરૂઆતમાં માહિતી આપી હતી કે અકસ્માતમાં એક વ્યક્તિનો જીવ બચી ગયો છે. પરંતુ, ત્યારપછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પુષ્ટિ કરી હતી કે ગંભીર ઈજાઓના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન એ એકમાત્ર બચેલી વ્યક્તિએ પણ દમ તોડી દીધો છે. આ સાથે જ અકસ્માતમાં કુલ મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે. સત્તાવાર રીતે હજુ સુધી તમામ મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે બહામાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન ઓથોરિટી (AAIA) દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ફ્લેમિંગો એરલાઇન્સની તમામ સેવાઓ હાલ પૂરતી રોકી દેવામાં આવી છે.
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
