<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી

ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે ભારતની વધતી પ્રતિષ્ઠા અને ધાર્મિક માન્યતાઓ વચ્ચે ઈઝરાયલમાંથી એક અત્યંત ચોંકાવનારો, ખૌફનાક અને સનસનાટીભર્યો વિવાદ સામે આવ્યો છે! ઈઝરાયલના એક જાણીતા ધર્મગુરુ (યહૂદી રબ્બી) દ્વારા એક કાર્યક્રમ દરમિયાન હિન્દુ ધર્મ, તેમની આસ્થા અને ગૌમાતાના પવિત્ર ગૌમુત્ર અંગે અત્યંત અપમાનજનક, નીચ અને અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હોવાનો કાળમુખો પર્દાફાશ થયો છે.

વાયરલ વીડિયોમાં મિઝરાહીએ એક ભારતીય વ્યક્તિનો સંદર્ભ આપતા દાવો કર્યો કે કેટલીક વ્યક્તિઓ ગૌમૂત્રનું સેવન કરે છે અને દિલ્હીમાં ડૉક્ટરો પણ આવું કરતા હોવાની ટિપ્પણી કરી હતી. આ ઉપરાંત, તેમણે નવી દિલ્હીના રસ્તાઓ પર ગાયોને કારણે થતા ટ્રાફિક જામની મજાક ઉડાવી હતી. વીડિયોના અંતમાં તેણે હિન્દુઓ પર તંજ કસતા કહ્યું કે, 'હું ઈશ્વરનો આભાર માનું છું કે મને ભારતીયો જેવો નથી બનાવ્યો.' આ ટિપ્પણીઓને કારણે લોકોએ તેમને નસ્લવાદી ગણાવી તેમની આકરા શબ્દોમાં ટીકા કરી છે.

મિઝરાહીના આ નિવેદન પર ઈઝરાયલના સંશોધક અને લેખક યેશાયા રોસેનમેને આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'મિઝરાહીની આ ટિપ્પણીઓથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઈઝરાયલની છબીને ભારે નુકસાન પહોંચ્યું છે. મને આશા છે કે ભવિષ્યમાં મિઝરાહીના ઈઝરાયલમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.'

બીજી તરફ, ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અબ્દુલ્લા એમ અબુ શાવેશે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 'કોઈપણ ધર્મ કે આસ્થાના લોકો વિરુદ્ધ નફરત ફેલાવવી અને ધાર્મિક પરંપરાઓનું અપમાન કરવું એ માનવતા માટે ખતરો છે.

(5:37 PM IST)