<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

અમેરિકામાં ભારતનો દબદબો: ૧૬.૪ અબજ ડૉલરનું તોતિંગ રોકાણ: અમેરિકનોની નોકરીઓ ભારતે બચાવી

સુપર પાવરના અર્થતંત્રમાં ભારતનું ‘મેજિક’: ૭૦,૮૦૦થી વધુ નોકરીઓ ભારતીય મૂડીરોકાણને કારણે સલામત:ગ્લોબલ માર્કેટમાં ભારતનો વાગ્યો ડંકો:ભારતીય કંપનીઓએ અમેરિકામાં મચાવી ધૂમ, મેન્યુફેક્ચરિંગથી લઈને ટેકનોલોજી સેક્ટરમાં ભારતનું રોકાણ વધ્યું:દુનિયા જોતી રહી ગઈ ભારતની તાકાત

નવી દિલ્હી: વિશ્વના સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકામાં ભારતીય કંપનીઓનો પ્રભાવ સતત વધી રહ્યો છે. તાજેતરના રિપોર્ટ મુજબ, ભારત દ્વારા અમેરિકામાં કુલ ૧૬.૪ અબજ ડૉલરનું સીધું વિદેશી મૂડીરોકાણ (FDI) કરવામાં આવ્યું છે. આ આંકડો માત્ર આર્થિક લેવડ-દેવડ નથી, પણ અમેરિકાના રોજગાર ક્ષેત્રે પણ મોટી અસર ઊભી કરી રહ્યો છે.
સીઆઇઆઇના 2023માં જારી કરવામાં આવેલાં અહેવાલમાં જણાવ્યા અનુસાર યુએસમાંએ સમયે 40 અબજ ડોલર્સનું ભારતીય ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું. જેના કારણે સવા ચાર લાખ નોકરીઓ સર્જાઇ હતી. સીઆઇઆઇ દ્વારા 2023માં જારી કરવામાં આવેલાં ઇન્ડિયન રૂટ્સ અમેરિકન સોઇલ રિપોર્ટમાં  જણાવ્યા અનુસાર ભારતીય કંપનીઓએ યુએસમાં સંશોધન અને વિકાસ યોજનાઓમાં એક અબજ ડોલર્સનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું  હતું. આ કંપનીઓએ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી-સીએસઆર-પેટે 195 મિલિયન ડોલર્સનું પ્રદાન કર્યું હતું. વાણિજ્ય વિભાગના ડેપ્યુટી અંડરસેક્રેટરી રેમિંગ્ટને જણાવ્યું હતું કે અમે ભારતમાંથી યુએસમાં થતાં મૂડીરોકાણને આવકારીએ છીએ. ઉપલબ્ધ ડેટા અનુસાર ભારતમાંથી યુએસમાં કરવામાં આવેલું એફડીઆઇ 16.4 અબજ ડોલર્સ જેટલું છે અને તેના કારણે 70800 નોકરીઓ સર્જાઇ છે.આ કંપનીઓ દ્વારા 1.5 અબજની નિકાસ પણ કરાઇ છે. 
ગયા અઠવાડિયે ભારતની સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા ન્યુ જર્સી સ્થિત ઓર્ગેનોન એન્ડ કંપનીને 12 અબજ ડોલર્સમાં હસ્તગત કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. મંગળવારે આ સમિટમાં ડઝનેક ભારતીય કંપનીઓ દ્વારા નવા ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરવામાં આવશે. નેશનલ હાર્બર ખાતે યોજાયેલાં સીઆઇઆઇ ઇન્ડિયા રિસેપ્શન સમારોહમાં  ડેલાવરના ગવર્નર મેટ્ટ મેયર અને મેરીલેન્ડના લેફ્ટનન્ટ ગવર્નર અરૂણા મિલર સહિત બિઝનેસ લીડર્સ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

(6:17 PM IST)