<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

હિંદ મહાસાગરમાં ભારતની પ્રચંડ વ્યુહાત્મક જીત:આફ્રિકાના ટાપુ દેશ સેશેલ્સ સાથે ૧૯ ઐતિહાસિક સમજોતા પર વાગી મહોર

દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે બંને દેશો સાથે મળીને કરશે કામ: એઝમ્પશન ટાપુ પર સૈન્ય માળખાના વિકાસથી ચીનના પેટમાં તેલ રેડાયું

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે ભારતનો પ્રભાવ અને મિત્ર દેશો સાથેનો સમન્વય સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે, જેનો પુરાવો સેશેલ્સ સાથે થયેલી આ મેગા ડીલ છે. ડિફેન્સ અને ઇન્ટરનેશનલ અફેર્સ જર્નલ્સના અહેવાલો મુજબ, આફ્રિકાના દરિયાકાંઠાના આ નાનકડા દેશ સેશેલ્સ સાથે ભારતે સત્તાવાર રીતે (Sovereign Bilateral Accord) હેઠળ ૧૯ જેટલા કરારો સંપન્ન કર્યા છે. હિંદ મહાસાગરના આ પટ્ટા પરથી વિશ્વનો મોટો વ્યાપાર પસાર થાય છે, જ્યાં ચાંચિયાગીરી અને વિદેશી સૈન્યની ઘૂસણખોરી રોકવા માટે ભારત અને સેશેલ્સ વચ્ચે (Maritime Geostrategic Alignment) ખૂબ જ અનિવાર્ય હતું. આ કરારો હેઠળ ભારત સેશેલ્સને મેરિટાઇમ મેપિંગ, હથિયારોની સપ્લાય અને આધુનિક લશ્કરી તાલીમ આપશે.
આશરે સવા લાખની વસતી ધરાવતા આ આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેશેલ્સના સર્વોચ્ચ સન્માન ગાર્ડિયન ઓફ બ્લૂ હોરિઝન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાની આ મુલાકાત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ટાપુ દેશો પર ક્લાઇમેટ ચેન્જની બહુ મોટી અસર થઇ છે. જેની અસર આપણને હવામાનની પેટર્ન, મરીન ઇકોસિસ્ટમ, કોસ્ટલાઇન્સ પર દેખાવા લાગી છે. જે દેશો આ આબોહવા પરિવર્તન માટે જવાબદાર નથી તેમને વધુ ભોગવવું પડે તે યોગ્ય નથી.સેશેલ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રીત કર્યા છે. ૨૯મી જૂનના રોજ સેશેલ્સની રાજધાની વિક્ટોરિયામાં ૫૦માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન તરીકે સામેલ થશે. જ્યારે ભારતીય સૈન્યની એક ટૂકડી પણ સેશેલ્સના સ્વતંત્રતા દિવસની પરેડમાં સામેલ થશે. દેશના સર્વોચ્ચ સન્માનને મેળવ્યા બાદ વડાપ્રધાન મોદીએ સેશેલ્સની એસેમ્બ્લીને સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે હિન્દ મહાસાગારના ભારતના વિઝનમાં સેશેલ્સ એક વિશેષ સ્થાન ધરાવે છે. હિન્દ મહાસાગર ભારત અને સેશેલ્સને અલગ નથી પાડતો પરંતુ જોડે છે. બન્ને દેશો વચ્ચેની આ મુલાકાત જુના મિત્રો તરીકેની છે.

 

(5:53 PM IST)