તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 1st June 2026
જાપાનમાં ભારતની આબરૂના ધજાગરા: દુકાનમાંથી ચોરી કરતા રંગેહાથ પકડાયેલી ભારતીય મહિલાએ મામલો રફે-દફે કરવા નોટોની થપ્પીઓ ધરી:કાયદાના સકંજામાં
ટોક્યોમાં સેટલમેન્ટ કરવાનો દેશી કીમિયો ઊંધો પડ્યો: જાપાનીઝ વેપારી ન પીગળ્યો:લાંચ આપવાના પ્રયાસ બદલ મહિલાને સીધી પોલીસ હવાલે કરાઈ: જેલના સળિયા પાછળ ધકેલાઈ

નવી દિલ્હી: ઉગતા સૂર્યના દેશ અને કડક કાયદા માટે દુનિયાભરમાં જાણીતા જાપાનમાંથી એક અત્યંત શરમજનક અને સનસનાટીપૂર્ણ આંતરરાષ્ટ્રીય કિસ્સો સામે આવ્યો છે. જાપાનના ટોક્યો સ્થિત એક સુપરસ્ટોર કે મોલમાંથી કિંમતી સામાનની ચોરી (Shoplifting) કરતા એક ભારતીય મૂળની મહિલાને ત્યાંના સિક્યુરિટી સ્ટાફે રંગેહાથ ઝડપી પાડી છે. કાયદાના સકંજાથી બચવા માટે મહિલાએ ત્યાં જ રોકડા રૂપિયા આપીને આખો મામલો દબાવી દેવાનો કડક પ્રયાસ કર્યો હતો, પરંતુ શિસ્તબદ્ધ જાપાનીઝ વેપારી સામે તેનો આ પાસાં ઊંધો પડતા આખરે તેને જેલ ભેગા થવાનો વારો આવ્યો છે. આ ઘટનાથી વિદેશમાં વસતા ભારતીય સમુદાયમાં ભારે ચકચાર અને નીચાજોણું થયું છે.
પોતાની પોસ્ટમાં ધંડાપાનીએ લખ્યું કે, 'અમારા ગ્રૂપમાં શરૂઆતથી જ એક મહિલા ચોરી કરી રહી હતી. અમને આ વાતની કોઈ જાણ નહોતી. એક ફેમસ સુવેનિયર શોપમાં તે પકડાઈ ગઈ. પકડાતાની સાથે જ તેણે તરત જ પૈસા ચૂકવવાની ઓફર કરી.'
ધંડાપાનીના જણાવ્યા પ્રમાણે મહિલાની પૈસા ચૂકવવાની આ ઓફરને દુકાન માલિકે ઠુકરાવી દીધી. તેમણે દાવો કર્યો કે, 'દુકાનદારે કહ્યું કે જાપાન એક 'ઉચ્ચ વિશ્વાસ ધરાવતો સમાજ' છે, જ્યાં ચોરીની ઘટનાઓ ખૂબ જ ઓછી બને છે અને ત્યાંના લોકો ભારતનું ખૂબ સન્માન કરે છે. ચોરી કરતાં વધુ દુઃખ મને એ વાતનું થયું કે પકડાયા બાદ પૈસા આપીને આ મામલો રફે-દફે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.'
ત્યારબાદ દુકાનદારે પોલીસ બોલાવી લીધી હતી. ધંડાપાનીએ દાવો કર્યો કે, જાપાનમાં ક્રાઈમ રેટ ખૂબ જ ઓછો છે અને ત્યાં ટ્રાફિક શિસ્ત પણ ખૂબ મજબૂત છે, તેથી સામાન્ય રીતે પોલીસ બહુ ઓછી જોવા મળે છે. તેમણે જણાવ્યું કે ટૂર મેનેજર તે મહિલાને લઈને પોલીસ સ્ટેશન ગયા હતા. પોસ્ટ પ્રમાણે મહિલાએ પોલીસ સ્ટેશનમાં પણ પૈસા આપવાનો પ્રયાસ કર્યો હતો. ધંડાપાનીએ લખ્યું કે, 'પોલીસ સ્ટેશનમાં પણ તે મહિલાએ પૈસા આપવાની ઓફર કરી હતી. જાપાની પોલીસ આનાથી બિલકુલ પ્રભાવિત ન થઈ. તેમણે સમજાવ્યું કે ચોરીની સજા કેટલી ગંભીર હોઈ શકે છે અને એમ પણ કહ્યું કે તમારે જેલમાં જવું પડી શકે છે.'
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
