તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
ભારતનું આકાશ બનશે ‘અજેય’: રશિયાએ ચોથી S-400 મિસાઈલ સિસ્ટમ રવાના કરી: હવે દુશ્મન દેશોના પાપના ઘડા ફૂટશે
પુતિનનો મિત્ર ધર્મ: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પણ ભારતને આપેલું વચન પાળ્યું:દુનિયાની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ ભારત આવવા રવાના:ચીન અને પાકિસ્તાન સરહદે ભારતની તાકાતમાં ધરખમ વધારો:૪૦૦ કિલોમીટર દૂરથી જ દુશ્મનનું વિમાન ફૂંકી મારશે:અમેરિકાના દબાણ છતાં રશિયા-ભારતની ‘ફેવિકોલ’ જેવી મજબૂત દોસ્તી

નવી દિલ્હી: ભારતના સંરક્ષણ ક્ષેત્રે આજે એક ખુબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રશિયાએ ભારત માટે ચોથી S-400 'ટ્રાયમ્ફ' એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમનો જથ્થો રવાના કરી દીધો છે. રશિયા પોતે છેલ્લા લાંબા સમયથી યુદ્ધમાં વ્યસ્ત હોવા છતાં, ભારત સાથેનો સંરક્ષણ સોદો જાળવી રાખીને આ સિસ્ટમ મોકલી રહ્યું છે, જે ભારતની વધતી જતી વૈશ્વિક તાકાતનો પુરાવો છે.
ભારતીય એરફોર્સના અધિકારીઓએ ૧૮ એપ્રીલના રોજ ભારત આવનારી આ ચોથી સિસ્ટમનું પ્રી-ડિસ્પેચ નિરીક્ષણ પુરુ કરી દીધુ છે. જે બાદ ગત સપ્તાહે તેને રશિયાથી ભારત માટે શિપ કરી દેવામાં આવી હતી. પાકિસ્તાન વિરૂદ્ધ મિસાઇલ રક્ષા ગ્રિડને અભેદ્ય બનાવવા માટે આ નવી સિસ્ટમને રાજસ્થાન સેક્ટરમાં તૈનાત કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આ પહેલા ઓપરેશન સિંદૂર દરમિયાન રશિયાની ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦એ પોતાની મારક ક્ષમતાનંુ આક્રામક પ્રદર્શન કર્યું હતું. આ લાંબા ઓપરેશન દરમિયાન ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ૧૧ લાંબી રેન્જની એસ-૪૦૦ મિસાઇલોનો મારો ચલાવ્યો હતો.
આ મિસાઇલોએ દુશ્મન દેશના લડાકુ વિમાનો, એરબોર્ન અર્લી વોર્નિંગ સિસ્ટમ અને પરિવહન વિમાનોને સટીક નિશાન બવાનીને હુમલો કર્યો હતો. એસ-૪૦૦ લાંબી રેન્જના રડાર અને મારક ક્ષમતાનો ડર એટલો હતો કે પાકિસ્તાનને પણ સમજાઇ ગયું હતું કે સિંધુ નદીના પૂર્વમાં તેનુ કોઇ પણ હવાઇ પ્લેટફોર્મ સુરક્ષીત નહીં રહે. મજબુર થઇને પાકિસ્તાને પોતાના તમામ સક્રિય લડાકુ વિમાનો અને હવાઇ પ્લેટફોર્મને ભારતીય મિસાઇલોથી બચાવવા માટે ક્વેટા અને પેશાવર એરબેઝ પર શિપ્ટ કરવા પડયા હતા. હાફળા ફાફળા થયેલા પાકિસ્તાને પંજાબ અને ગુજરાતમાં તૈનાત ભારતની બે એસ-૪૦૦ સિસ્ટમને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જેમાં તે સફળ નહોતું રહ્યું. કેન્દ્રની મોદી સરકારે હવાઇ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાંચ એસ-૪૦૦ સિસ્ટમની ખરીદીને મંજૂરી આપી દીધી હતી.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
