તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
સુપરપાવર અમેરિકામાં મોંઘવારીનું રાક્ષસી તાંડવ: લેબર ડે પર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર સટાકથી પડાપોળ
મિડલ ઈસ્ટમાં ઈરાન સાથેના સંઘર્ષ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝના કાળમુખા ઉત્પાત વચ્ચે ક્રૂડ ઓઈલમાં ભયાનક ભડકો: $૪.૧૪ ગેલનના ભાવે આખા દેશના હોશ ઉડાડ્યા, અમેરિકી નાગરિકોમાં હાહાકાર: અરેરાટી અને વિસ્ફોટક સન્નાટો

નવી દિલ્હી: સુપરપાવર ગણાતા યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (US) માંથી સામાન્ય નાગરિકો અને વાહનચાલકોની કમર તોડી નાખતો એક અત્યંત ચોંકાવનારો, સનસનાટીભર્યો અને કાળજું કંપાવી દેતો ભયાનક વિસ્ફોટક ધડાકો સામે આવ્યો છે! અમેરિકામાં રજાના તહેવાર એવા 'લેબર ડે' (Labor Day) ના પાવન અવસરે જ મોંઘવારીએ રાક્ષસી રૂૂપ ધારણ કરીને ગેસોલિન (પેટ્રોલ) ના ભાવને પ્રતિ ગેલન પૂરા ૪.૧૪ ડોલર ($4.14) ની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચાડી દીધા છે! ઈતિહાસમાં લેબર ડે પર આટલા ભયાનક અને કાળમુખા ભાવ ક્યારેય નોંધાયા નથી.
ટેક્સાસ ક્રિશ્ચન યુનિવર્સિટીના એનર્જી ફાઇનાન્સ પ્રોફેસર ટોમ સેંગે જણાવ્યું હતું કે બધુ ઇરાન યુદ્ધ અને હોર્મુઝની બંધ ખાડીના કારણે સર્જાયેલી સ્થિતિને આભારી છે. ઊર્જાસચિવ ક્રિસ રાઇટે પણ જણાવ્યું હતું કે ભાવ અત્યારે ગયા વર્ષની તુલનાએ ઊંચા છે, પરંતુ અમે તેને ઘટાડવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરી રહ્યા છીએ. જો કે આશ્વાસન લેવા જેટલી બાબત ફક્ત એટલી છે કે હજી પણ ગેસોલિનના ભાવ જુન ૨૦૨૨માં પ્રતિ ગેલન ૫.૦૨ ડોલર જોવા મળ્યો હતો તેના કરતાં ઘણો ઓછો છે. જો કે ડીઝલના મોરચે સ્થિતિ જુદી છે અને તેનો ભાવ પ્રતિ ગેલન છ ડોલરને આબવા જઈ રહ્યો છે. લેબર ડે વીકેન્ડે તેનો ભાવ પ્રતિ ગેલન ૫.૯૦ ડોલર હતો.
લેબનીઝ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલે દક્ષિણ લેબનોનના ગામડામાં કરેલા હુમલામાં બે બાળક સહિત બારના મોત થયા છે. ઇઝરાયેલના લશ્કરે પણ જણાવ્યું હતુ ંકે તેઓએ હીઝબુલ્લાહના આતંકીઓ પર હુમલો કર્યો છે, તેણે શસ્ત્રોને ટ્રાન્સફર કરવાનો આરોપ મૂક્યો હતો. અલી તાહેર પહાડી પર ઇઝરાયેલે કબ્જો કર્યો છે. ત્યાં કાર્યરત ઇઝરાયેલના જવાનો પર હીઝબુલ્લાહના આતંકીઓએ ડ્રોન હુમલા કર્યા તેના જવાબમાં ઇઝરાયેલે કરેલા વળતા હુમલામાં ૧૨ના મોત થયા છે. આ ઉપરાંત વેસ્ટ બેન્કમાં હજા ખાતે ઇઝરાયેલી રહેવાસીઓ સાથેના સંઘર્ષમાં એક પેલેસ્ટાઇની માર્યો ગયો હતો.
યુનાઇટેડ આરબ અમીરાતે જણાવ્યું હતું કે હોર્મુઝની માલિકી કોઈપણ એક દેશની નહીં રહે. યુએઈએ હોર્મુઝ પર ઇરાનના કબ્જાનો વિરોધ કર્યો છે. યુએઈએ જણાવ્યું હતું કે અમારી નિકાસોને અમે કોઈ એક દેશ આ રીતે અટકાવી ન શકે. અમારો વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓ કોઈ એક દેશની દયા પર નિર્ભર ન રહી શકે. યુએઈએ જણાવ્યું હતું ઇરાને અમેરિકા સાથેના યુદ્ધને લઈને હોર્મુઝમાં જહાજનું આવાગમન અટકાવીને અને ખાડી દેશો પર હુમલા કરીને દાયકાઓ જૂના સંબંધોને દાવ પર લગાવી દીધા છે. આના લીધે ખાડી દેશો માટે ઇરાનનો ભરોસો કરવો અઘરો પડશે.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
