<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

૨૫૦ વર્ષ સુધી જમીનમાં દફન રહેશે આઈફોન: અમેરિકાનો અનોખો ટાઈમ કેપ્સ્યુલ પ્રયોગ: ભવિષ્યના માણસો જોશે આપણી ટેકનોલોજી

ખાસ વેક્યુમ સીલ્ડ કન્ટેનરમાં કરાયું પેકિંગ: પૂર, ધરતીકંપ કે પરમાણુ હુમલાની પણ નહિ થાય અસર: ૨૨૭૬ની સાલમાં દુનિયા સામે ખુલશે આ રહસ્ય

નવી દિલ્હી: અમેરિકાની સાયન્સ અને કલ્ચરલ હેરિટેજ સોસાયટીની સત્તાવાર ઓપરેશનલ ડાયરી અને ગ્લોબલ આર્કાઈવ પ્રોજેક્ટના અહેવાલ મુજબ, આ આઈફોનની સાથે તેના ચાર્જર, ઓપરેટિંગ મેન્યુઅલ અને વર્તમાન માનવ જીવનના કેટલાક વીડિયો અને ફોટા પણ ડિજિટલ ફોર્મેટમાં સેવ કરીને મૂકવામાં આવ્યા છે. સત્તાવાર પ્રોજેક્ટ નોટો મુજબ, ૨૫૦ વર્ષના લાંબા સમયગાળા દરમિયાન આઈફોનની લિથિયમ-આયન બેટરી અને સ્ક્રીનના ગ્લાસને સડવાથી કે બગડતા અટકાવવા માટે કન્ટેનરમાંથી ઓક્સિજન સંપૂર્ણપણે દૂર કરીને નાઈટ્રોજન ગેસ ભરવામાં આવ્યો છે.

૨૨૭૬માં જ્યારે અમેરિકા તેની સ્વતંત્રતાના ૫૦૦ વર્ષની ઉજવણી કરતું હશે ત્યારે એ સમયના અમેરિકનો જમીનમાં દાટવામાં આવેલી ટાઈમ કેપ્સૂલ બહાર કાઢશે. ૪૦૮ કિલો વજનના આ ખાસ પ્રકારના ડબ્બામાં એટલે કે ટાઈમ કેપ્સૂલમાં અમેરિકાની કલા-સંસ્કૃતિને લગતી ચીજવસ્તુઓ મૂકવામાં આવી છે, પરંતુ ચર્ચા આઈફોનની વધારે થઈ છે. આઈફોન અમેરિકાની ટેકનોલોજીની ક્રાંતિનું પ્રતીક છે. આ ટાઈમ કેપ્સૂલમાં આઈફોન-૧૭ પ્રો-મેક્સને મૂકવામાં આવ્યો છે. જ્યારે ૨૫૦ વર્ષ પછી ૨૩મી સદીનો માનવી આ ટાઈમ કેપ્સૂલ ઓપન કરશે ત્યારે તેને આજના અમેરિકન સમાજ અને અમેરિકાની ટેકનોલોજીની જાણકારી મળશે.
બીજું કોઈ મોડલ નહીં ને આઈફોન-૧૭ પ્રો મેક્સ જ કેમ પસંદ થયો તે બાબતે એક્સપર્ટ્સ કહે છે કે અત્યારે મળતાં તમામ સ્માર્ટફોનમાં આઈફોન-૧૭ પ્રો મેક્સ સૌથી આધુનિક છે. એ આજના જમાનાની ટેકનોલોજીનું પ્રતિનિધિત્વ કરે છે. ભવિષ્યમાં લોકોને આ ટેકનોલોજીના કારણે ખબર પડશે કે ૨૦૨૦ના દશકાના માનવીએ કેવી ટેકનોલોજી વિકસાવી લીધી હતી.

 

(5:43 PM IST)