<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

sઈરાન પર ‘મહાપ્રલય’ની તૈયારી?: અમેરિકાએ માત્ર 24 કલાકમાં ઈઝરાયેલ મોકલ્યો 6500 ટન વિસ્ફોટકનો જંગી જથ્થો

વિશ્વ યુદ્ધના નગારા વાગ્યા: મધ્ય-પૂર્વમાં ગમે ત્યારે થઈ શકે છે મોટો વિસ્ફોટ:અમેરિકી હથિયારોથી સજ્જ ઈઝરાયેલ ઈરાનને પાઠ ભણાવવા આતુર:આકાશમાંથી વરસશે ‘મૃત્યુ’?:6500 ટન દારૂગોળો પળવારમાં નકશો બદલી નાખવાની તાકાત ધરાવે છે: રશિયા અને ચીનની નજર પણ તંગદિલી પર:શું દુનિયા વિનાશ તરફ જઈ રહી છે?


નવી દિલ્હી: મધ્ય-પૂર્વ (Middle East) માં તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતી જતી દુશ્મની વચ્ચે અમેરિકાએ ખુલ્લેઆમ મેદાનમાં આવીને ઈઝરાયેલને વિનાશક હથિયારોનો પુરવઠો પૂરો પાડવાનું શરૂ કરી દીધું છે. સત્તાવાર અહેવાલો મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં જ અમેરિકાએ અંદાજે ૬૫૦૦ ટન અત્યાધુનિક વિસ્ફોટકો અને દારૂગોળો ઈઝરાયેલ પહોંચાડ્યો છે.
અમેરિકન સૈન્યના ટોચના અધિકારીઓ અને ટ્રમ્પ વચ્ચેની બેઠક બાદ ઈરાન પર ભયાનક હુમલાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, ‘ધ ઈઝરાયલ ટાઇમ્સ’ અને ‘ધ જેરુસલેમ પોસ્ટે’ના રિપોર્ટના દાવા મુજબ અમેરિકાએ માત્ર 24 કલાકમાં ઈઝરાયેલને આશરે 6,500 ટન દારૂગોળો અને સૈન્ય સાધન-સામગ્રી મોકલી છે. આનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ટ્રમ્પ ગંભીર યોજના બનાવીને ઈરાન સાથેનો વિવાદ ખતમ કરવા મથી રહ્યા છે. જ્યારથી યુદ્ધ શરૂ થયું, ત્યારથી અમેરિકન સેન્ટ્રલ કમાન્ડને મધ્ય-પૂર્વમાં સૈન્ય અભિયાનો પુરા કરવાની કામગીરી સોંપાઈ છે અને તેઓએ જ ઈરાનના પોર્ટ પર નાકાબંધી કરીને રાખી છે.
દાવામાં ઈઝરાયલી સંરક્ષણ મંત્રાલયને ટાંકીને કહેવાયું છે કે, અમેરિકાના બે કાર્ગો શીપ અને અનેક વિમાનો ઈઝરાયલ પહોંચ્યા છે. તેમાં હવાઈ અને જમીની હુમલામાં ઉપયોગ થતો 6500 ટન દારુગોળો, સૈન્ય ટ્રક, જોઈન્ટ લાઈટ ટેક્ટિકલ વ્હીકલ્સ અને અન્ય સૈન્ય સાધનો સામેલ હતા. ઉલ્લેખનીય છે કે, યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકાએ ઈઝરાયલને લગભગ 1,15,600 ટન સૈન્ય સામગ્રી મોકલી દીધી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, ઈરાન વિરુદ્ધ ઓપરેશન રોરિંગ લાયન શરૂ કર્યા બાદ અમેરિકાએ 403 વિમાનો દ્વારા અને 10 દરિયાઈ જહાજો દ્વારા 1,15,600 સૈન્ય સાધનો ઈઝરાયલને મોકલાવ્યા છે.
એક્સિઓસના રિપોર્ટ મુજબ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઈરાન પર હુમલો કરવા માટે નવી યોજના બનાવી છે. સૂત્રો મુજબ, અમેરિકા ઈરાન પર નાનો પણ જોરદાર હુમલો કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાની યોજના વિચારી રહ્યું છે. તેઓને આશા છે કે, આમ કરીને ઈરાન પર દબાણ વધશે અને તે વાતચીત કરવા માટે માની જશે. અમેરિકન સેનાને આશા છે કે, બોંબનો વરસાદ થશે તો ઈરાન પરમાણુ મુદ્દે અમારી શરતો પર વાતચીત કરવા ઢીલું પડી જશે.

 

(5:21 PM IST)