તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 6th May 2026
આભ ગળી ગયું કે ઈરાન?: ઈરાન સરહદ પાસે અમેરિકાનું શક્તિશાળી લશ્કરી વિમાન રહસ્યમય રીતે લાપતા
રાડાર પરથી અચાનક ગાયબ થતા પેન્ટાગોનમાં દોડધામ: સર્ચ ઓપરેશન તેજ:શું ઈરાને તોડી પાડ્યું કે ટેકનિકલ ખામી? મધ્ય-પૂર્વમાં યુદ્ધના નગારા વાગ્યા, દુનિયાભરની નજર આકાશ તરફ:બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું સસ્પેન્સ! ગમે ત્યારે મોટી જાહેરાત થવાની શક્યતા

નવી દિલ્હી: ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષે હવે ભયાનક વળાંક લીધો છે. ઈરાની સરહદ નજીક પેટ્રોલિંગ કરી રહેલું અમેરિકાનું અત્યાધુનિક સૈન્ય વિમાન અચાનક રાડાર પરથી અદ્રશ્ય થઈ ગયું છે. આ ઘટનાને પગલે અમેરિકી સંરક્ષણ મંત્રાલયમાં હાઈ-લેવલ મીટિંગોનો દોર શરૂ થયો છે. નવાઈની વાત એ છે કે વિમાન ગાયબ થતા પહેલા પાયલોટ તરફથી કોઈ પણ પ્રકારનો ઈમરજન્સી મેસેજ પણ મોકલવામાં આવ્યો ન હતો.
ઉડાન ટ્રેકિંગ ડેટા પરથી ખબર પડે છે કે વિમાન ઉતર્યુ તેના થોડા સમય પહેલા તે હવામાં ચક્કર મારતું રહ્યું હતું. આ કટોકટીના કારણની ખબર પડી નથી. આ ઘટનાને કોઈ હુમલાની કાર્યવાહી સાથે જોડવાને લઈને પણ પુષ્ટિ થઈ નથી. ઇરાન તરફથી અમેરિકન લશ્કરી વિમાન ગુમ થવા અંગે તેની સંડોવણીને લઈને કોઈ નિવેદન સામે આવ્યું નથી. અમેરિકન લશ્કરે પણ વિમાનની સ્થિતિને લઈને કોઈ નિવેદન જારી કર્યુ નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા માર્ચમાં પશ્ચિમી ઇરાકમાં ઇરાનના હુમલામાં અમેરિકન લશ્કરે એક કેસી-૧૩૫ પ્લેન ગુમાવ્યું હતુ. ઇરાન સમર્થિત સશસ્ત્ર જથોના સંગઠન ઇસ્લામિક રેઝિસ્ટન્સે ઇરાકમાં આ હુમલાની જવાબદારી લીધી હતી. આ જૂથે જણાવ્યું હતું કે પોતાના દેશના સાર્વભૌમત્વ અને હવાી ક્ષેત્રની રક્ષા કરવા આ વિમાન તોડી પાડયું છે.કેસી-૧૩૫ એક લશ્કરી વિમાન છે. તે સ્વેપ્ટ પાંખની નીચે લાગેલા ચાર ટર્બોફેન એન્જિનો વડે સંચાલિત થાય છે. તેનો મુખ્ય ઉપયોગ ઉડતા ઇંધણ સ્ટેશન તરીકેનો છે. ઇંધણ ભરવાની પ્રણાલિના ઉપર એક કાર્ગો ડેક હોય છે. તેમા પ્રવાસીઓ અને ઉપકરણો બંને લઈ જઈ શકાય છે. તે અમેરિકન નૌકાદળ, મરીન કોર્પ્સ અને સહયોગી દેશોને મદદ કરે છે. તબીબી અભિયાનોમાં તેનો ઉપયોગ કરી શકાય છે. તેનો એર એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરી શકાય છે. આ પ્લેન કુલ ૩૭,૦૦૦ કિલોગ્રામથી પણ વધુ વજન લઈ જઈ શકે છે.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
