<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

ઈરાનનો અમેરિકાને સ્પષ્ટ ઈનકાર: ‘વાતચીતનો હવે કોઈ સ્કોપ નથી’:પાકિસ્તાનને સોંપ્યો ૧૦ મુદ્દાનો હાઈવોલ્ટેજ પ્રસ્તાવ

ઈરાન-પાકિસ્તાન વચ્ચે નવું ગઠબંધન? અમેરિકા સાથે બીજા રાઉન્ડની બેઠક ટાળીને ઈરાને બતાવ્યા તેવર:આતંકવાદથી લઈને વેપાર સુધીના ૧૦ મુદ્દા પર મહોર મારવા ઈરાન આતુર:બાઈડન સરકારની કૂટનીતિ નિષ્ફળ?

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાને એક મોટો રાજદ્વારી દાવ ખેલ્યો છે. ઈરાને અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની બીજા રાઉન્ડની વાતચીત કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે, જે અમેરિકા માટે એક મોટો ઝટકો માનવામાં આવે છે. બીજી તરફ, ઈરાને પાડોશી દેશ પાકિસ્તાન સામે દોસ્તીનો હાથ લંબાવતા ૧૦ મુદ્દાનો એક સર્વગ્રાહી પ્રસ્તાવ સોંપ્યો છે. આ પ્રસ્તાવમાં સીમા સુરક્ષા, આતંકવાદ વિરોધી અભિયાન અને ઈકોનોમિક કોરિડોર જેવા મહત્વના પાસાઓનો સમાવેશ થાય છે.

ઈરાનનું આ વલણ સ્પષ્ટ કરે છે કે તે હવે પશ્ચિમી દેશોને બદલે પ્રાદેશિક દેશો સાથે મજબૂત સંબંધો બાંધવા પર ભાર આપી રહ્યું છે. ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી અમેરિકા પોતાના વલણમાં ફેરફાર નહીં કરે ત્યાં સુધી ટેબલ પર બેસવાનો કોઈ અર્થ નથી. આ તરફ પાકિસ્તાન પણ ઈરાન સાથેના સંબંધો સુધારવા માટે ઉત્સુક દેખાઈ રહ્યું છે. જો આ ૧૦ મુદ્દાના પ્રસ્તાવ પર સંમતિ સધાય છે, તો દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વના સમીકરણો બદલાઈ શકે છે. ખાસ કરીને ભારત અને અમેરિકાની નજર ઈરાનના આ આગામી પગલાં પર ટકેલી છે.

ઈરાની વિદેશ મંત્રીએ મહત્ત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, અમે પાકિસ્તાનને 10 મુદ્દાનો પ્રસ્તાવ સોંપ્યો છે. અમે અમેરિકન પક્ષ પર કોઈ ભરોસો ન કરી શકીએ, કારણ કે તેણે લાંબા સમયથી વ્યૂહાત્મકતાની સાથે વિશ્વાસઘાત કર્યો છે. હોર્મુઝમાં જે કંઈપણ થઈ રહ્યું છે, તે અમેરિકન-ઈઝરાયલી હુમલાઓની અસર છે. વિરોધ પક્ષ સતત પોતાની સ્થિતિ બદલતુ રહે છે અને મીડિયામાં વિરોધાભાસી નિવેદનો જાહેર કરે છે.

સંયુક્ત રાજ્ય અમેરિકાની સાથે કોઈપણ સંભવિત કરારમાં વ્યવહારિક ગેરેન્ટી સામેલ હોવી જોઈએ. 2 અઠવાડિયા માટે યુદ્ધવિરામમાં અમેરિકન પક્ષે લેબેનોનમાં યુદ્ધવિરામનો સ્વીકાર કરવા છતા પોતાના વચનને તોડી નાખ્યું છે. કરારના એક ભાગમાં લેબેનોનમાં યુદ્ધવિરામ સામેલ હતું અને અમે એ જ આધાર પર હોર્મુઝ ખોલ્યું. અમેરિકન-ઈઝરાયલી હુમલાઓ પહેલા હોર્મુઝ સુરક્ષિત હતું.

(5:20 PM IST)