<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

ઈરાનનો અતિ ભયાનક અને સ્ફોટક નિર્ણય: સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટને 'ટૂલ ઓફ વૉર' જાહેર કરી વાપરનારા માટે ફાંસી અને જેલની આકરી સજાનું ફરમાન

અમેરિકા અને એલન મસ્ક સામે ઈરાની શાસનનો ભયાનક સપાટો: ચોરીછૂપીથી ઈન્ટરનેટ વાપરતા નાગરિકો અને બળવાખોરોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:મધ્ય પૂર્વના અશાંત દેશ ઈરાનમાંથી વૈશ્વિક સ્તરે સનસનાટી મચાવી દેતા અને નાગરિકોના હોશ ઉડાવી દેતા સૌથી મોટા અને ખૌફનાક સમાચાર સામે આવ્યા છે. ઈરાની સરકારે એલન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા 'સ્ટારલિંક' (Starlink) ને દેશની સુરક્ષા સામે સીધું યુદ્ધનું હથિયાર એટલે કે 'ટૂલ ઓફ વૉર' (Tool of War) જાહેર કરી દીધું છે. કડક સેન્સરશિપ અને ઈન્ટરનેટ બ્લોકેડને તોડીને જે પણ નાગરિકો કે વિરોધીઓ દેશમાં ગેરકાયદેસર રીતે સ્ટારલિંકના ઉપકરણો કે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા પકડાશે, તેમને સીધી લાંબા ગાળાની જેલવાસ અથવા તો મૃત્યુદંડ (ફાંસી) ની આકરી સજા ફટકારવાનું સત્તાવાર ઈરાની તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

ઇરાનની સુપ્રીમ નેશનલ સાઇબર સ્પેસ કાઉન્સિલના સચિવ મોહમ્મદ અમીન આગામિરીએ દાવો કર્યો છે કે દેશ પાસે સ્ટારલિંકનાં ટર્મિનલનું જોડાણ કાપવા માટેની અનેક વ્યવસ્થાઓ છે. તેમના જણાવ્યા અનુસાર, આ પૈકીની એક વ્યવસ્થાનો ઉપયોગ જાન્યુઆરીમાં થયેલાં વિરોધ પ્રદર્શનો દરમિયાન પણ કરવામાં આવ્યો હતો. આગામિરીએ એમ પણ કહ્યું કે ઇરાન આ ટેક્નૉલૉજી પોતાના સહયોગી દેશો સાથે વહેંચવા તૈયાર છે. જોકે, આ વ્યવસ્થાઓ કેવી રીતે કામ કરે છે અને કેટલી અસરકારક છે તે અંગેની વિસ્તૃત વિગતો જાહેર કરવામાં આવી નથી.

ઇરાનમાં સ્ટારલિંકનો ઉપયોગ કરવા બદલ બે વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. તેના ટર્મિનલની આયાત અથવા વિતરણ કરવા બદલ પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જ્યારે જાસૂસી અથવા રાષ્ટ્રીય સુરક્ષાને લગતા ગંભીર ગુનાઓમાં મૃત્યુદંડ સુધીની સજા થઈ શકે છે. સ્ટારલિંકની મદદથી ઇરાનના નાગરિકો સરકાર દ્વારા ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હોય ત્યારે પણ વીડિયો અને અન્ય માહિતી બહાર મોકલી શકે છે. આથી વિરોધ પ્રદર્શનો દરમિયાન માહિતી બહાર જતી અટકાવવા સરકાર માટે આ સેવા પડકારરૂપ બની છે. ઇરાન અગાઉ પણ સ્ટારલિંકની સેવાઓને અવરોધવા માટે સિગ્નલ જામર, જીપીએસ સિગ્નલમાં વિક્ષેપ અને ટર્મિનલ શોધવા માટે દરોડા પાડવા જેવી પદ્ધતિઓ અપનાવી ચૂક્યું છે.

(6:30 PM IST)