તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
ઈરાનની ઈઝરાયેલ-અમેરિકાને ખુલ્લી ‘વોર્નિંગ’: ‘અમારા નવા હથિયારથી દુશ્મનોને હાર્ટએટેક આવી જશે’:તેહરાનનો ફરી હુંકાર
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા: ઈરાને રહસ્યમય ઘાતક હથિયારનું કર્યું પ્રદર્શન:દુશ્મન દેશોના રડાર પણ પકડી નહીં શકે તેવો દાવો: ‘જો ભૂલ કરી તો ઈતિહાસ ભૂંસાઈ જશે’: ઈરાની કમાન્ડરોની ગર્જનાથી વોશિંગ્ટન અને તેલ અવીવમાં દોડધામ:શું દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ રહી છે?

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે. ઈરાને ફરી એકવાર અમેરિકા અને ઈઝરાયેલને સંબોધીને અત્યંત ઉશ્કેરણીજનક નિવેદન જારી કર્યું છે. ઈરાની સૈન્યના ટોચના સૂત્રોએ દાવો કર્યો છે કે તેમની પાસે એવા નવા અને અદ્યતન હથિયારો છે, જેના વિશે દુનિયાને જાણ પણ નથી. જો આ હથિયારનો ઉપયોગ કરવામાં આવશે, તો ઈઝરાયેલ અને પશ્ચિમી દેશોના લશ્કરી વડાઓને 'હાર્ટ એટેક' આવી જશે!
ઈરાનની નૌકાદળે અમેરિકા અને ઈઝરાયલને એક નવા હથિયારથી ધમકી આપી છે. આ સાથે જ મજાક ઉડાવતા કહ્યું કે, અમારા નવા હથિયારથી દુશ્મનોને હાર્ટ એટેક આવી જશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવાના ઈરાનના પ્રસ્તાવને ફગાવી દીધો છે.એક અહેવાલ પ્રમાણે ઈરાનના નેવી કમાન્ડર રિયર એડમિરલ શાહરામ ઈરાનીએ કહ્યું કે, 'ઈસ્લામિક ગણતંત્ર ટૂંક સમયમાં દુશ્મનોને નવા હથિયારથી જવાબ આપશે. આ હથિયાર અંગે વાત કરતા તેમણે કહ્યું કે, દુશ્મનો આનાથી ખૂબ જ ડરે છે. આ હથિયાર તેમના ખૂબ જ નજીક છે અને મને આશા છે કે તેમને હાર્ટ એટેક નહીં આવે.'
નૌસેના કમાન્ડરના જણાવ્યા પ્રમાણે 28 ફેબ્રુઆરીથી સંઘર્ષ તેજ થયા બાદ ઈરાની સશસ્ત્ર દળોએ અમેરિકા અને ઈઝરાયલના ઠેકાણાઓ પર ઓછામાં ઓછા 100 જવાબી હુમલા કર્યા છે. તેમનો દાવો છે કે આ હુમલા પશ્ચિમ એશિયાના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા સંવેદનશીલ ઠેકાણાઓ પર કરવામાં આવ્યા છે.તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે, 'જો અમેરિકા પોતાની જિદ ચાલુ રાખશે અને ઈરાનની શરતોને ફગાવી દેશે, તો દુશ્મનને ટૂંક સમયમાં એક અલગ પ્રકારની પ્રતિક્રિયાનો સામનો કરવો પડશે. શહરામ ઈરાનીએ અમેરિકા પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે સંઘર્ષ દરમિયાન તેણે પોતાની સૈન્ય હાજરી વધારી છે, જેમાં વધારાના યુદ્ધજહાજો અને મિસાઈલ પ્લેટફોર્મ તહેનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે શરૂઆતી નેવલ એટેક નિષ્ફળ રહ્યા અને તેઓ હજુ પણ ફસાયેલા છે.
એક અહેવાલ પ્રમાણે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાન વિરુદ્ધ સંભવિત હુમલા માટે હાઈપરસોનિક મિસાઈલ 'ડાર્ક ઈગલ'ની માગ કરી છે. આ માગનું મુખ્ય કારણ ઈરાની લોન્ચ સિસ્ટમને ફરીથી તહેનાત કરવાની છે, જે પ્રિસિઝન સ્ટ્રાઈક મિસાઈલોની પહોંચથી દૂર છે. આ પ્રિસિઝન મિસાઈલો 300 માઈલથી વધુ અંતરના લક્ષ્યો પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. એજન્સીના જણાવ્યા મુજબ, આ બાબતે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. જો નિર્ણય લેવામાં આવે તો તે અમેરિકી હાઈપરસોનિક મિસાઈલોની પ્રથમ સૈન્ય તહેનાતી હશે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
