<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનનો વધુ એક સજ્જડ આકરો સપાટો: દરિયાઈ માર્ગ પરથી પસાર થતાં જહાજો માટે ૪૮ કલાક અગાઉ મંજૂરી લેવી બિલકુલ ફરજિયાત: તેહરાનના કડક ફરમાનથી વૈશ્વિક વેપાર જગતમાં પ્રચંડ હલચલ

એડવાન્સ નોટિસ વગર પ્રવેશનારા વૈશ્વિક કાર્ગો અને ઓઇલ ટેન્કરોને જપ્ત કરવાની ઈરાન નૌસેનાની સત્તાવાર ચેતવણી: ઇન્ટરનેશનલ શિપિંગ રૂટ પર મોટું સંકટ મંડરાતા તેલના આંતરરાષ્ટ્રીય ભાવો ઉછળવાના તોતિંગ એંધાણ

નવી દિલ્હી: મિડલ ઈસ્ટના સૌથી વ્યૂહાત્મક અને સંવેદનશીલ ગણાતા હોર્મુઝ દરિયાઈ માર્ગ પર ઈરાને પોતાનું એકહથ્થુ સૈન્ય વર્ચસ્વ સ્થાપવા તરફ વધુ એક મોટું અને આક્રમક પગલું ભર્યું છે. આંતરરાષ્ટ્રીય ટ્રેડ અને ગ્લોબલ શિપિંગ વિજિલન્સ ડેસ્ક રિપોર્ટ મુજબ, ઈરાન પ્રશાસને નવો સત્તાવાર કાનૂની આદેશ જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે, હવેથી હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી પસાર થનારા તમામ આંતરરાષ્ટ્રીય વેપારી જહાજોએ દરિયાઈ ઝોનમાં પ્રવેશતા પહેલાં ઓછામાં ઓછા ૪૮ કલાક અગાઉ લિખિત મંજૂરી અને સંપૂર્ણ વિગતો સબમિટ કરવી પડશે. જો કોઈ શિપ આ ૪૮ કલાકના એડવાન્સ નોટિસ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરશે, તો ઈરાનની કોસ્ટગાર્ડ અને આઇઆરજીસી (IRGC) સેના તે જહાજને અટકાવી કાનૂની જપ્તીની કાર્યવાહી કરશે.

હવેથી કોઈપણ જહાજ ઈરાનની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર હોર્મુઝમાંથી આગળ વધી શકશે નહીં. નવા નિયમો અનુસાર, જહાજોએ આ દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવાના ઓછામાં ઓછા 48 કલાક પહેલાં ઓનલાઇન અથવા સત્તાવાર અરજી કરવી ફરજિયાત રહેશે. એટલું જ નહીં, પસાર થતી વખતે સમગ્ર સફર દરમિયાન જહાજના કેપ્ટને સતત ત્યાંના દરિયાઈ અધિકારીઓના સંપર્કમાં રહેવું પડશે.

ઈરાનની નવી બનેલી સંસ્થા 'પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઑથોરિટી'(PGSA) દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન મુજબ, દરેક જહાજના ઓપરેટરે પોતાની મુસાફરીની પૂરેપૂરી વિગતો, નક્કી કરેલો રૂટ અને કોન્ટેક્ટ ડિટેલ્સ અગાઉથી જ જમા કરાવવાની રહેશે. આ સાથે, જ્યાં સુધી સત્તાવાર મંજૂરી ન મળે ત્યાં સુધી જહાજના ઓપરેટરે ઈરાની ઑથોરિટી સમક્ષ સતત સંપર્કમાં રહેવું પડશે.

નવા નિયમો અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ કરવા માંગતા તમામ જહાજો માટે 48 કલાક પહેલાં ટ્રાન્ઝિટ રિક્વેસ્ટ(પસાર થવા માટેની અરજી) દાખલ કરવી અનિવાર્ય કરાઈ છે, જેમાં જહાજનો રૂટ, ટ્રાવેલ પ્લાન અને કોમ્યુનિકેશન વિગતો આપવાની રહેશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે દરિયામાં રહેલા સંવેદનશીલ અને સંભવિત માઇન્સ(દરિયાઈ સુરંગ)વાળા વિસ્તારોના કારણે જહાજોએ હોર્મુઝ પહોંચતા પહેલાં પોતાનો રૂટ અને સમય શેર કરવો પડશે, જેથી કોઈ અકસ્માત ન સર્જાય અને જહાજોની સુરક્ષા જળવાઈ રહે. PGSAએ ચીમકી પણ આપી છે કે જો કોઈ જહાજ આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેની સંપૂર્ણ જવાબદારી જહાજના માલિકની રહેશે. અલબત્ત, નિયમોનું પાલન કરનારા જહાજોને ઝડપથી મંજૂરી આપવાની ખાતરી પણ આપવામાં આવી છે.

(5:35 PM IST)