<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

ઈરાનનો હોર્મુઝમાં ‘ટોલ ટેક્સ’નો ધડાકો: જહાજો પાસેથી વસૂલી ધરખમ રકમ:પહેલી કમાણી સીધી સેન્ટ્રલ બેન્કમાં જમા

દુનિયાના વેપાર પર ઈરાનનો ‘કબજો’!: હોર્મુઝની ખાડીમાંથી પસાર થવું હવે મોંઘું પડશે: ઈરાને વસૂલેલી રકમથી આર્થિક જગતમાં ખળભળાટ:અમેરિકાના પ્રતિબંધો વચ્ચે ઈરાનની નવી ‘આવક’ની મોડસ ઓપરેન્ડી:શું તેલના ભાવમાં આવશે ભડકો? ગ્લોબલ ટ્રેડમાં નવો વળાંક

નવી દિલ્હી: પશ્ચિમના દેશોના આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહેલા ઈરાને હવે વિશ્વના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની ખાડી) નો ઉપયોગ પોતાની કમાણી માટે કરવાનું શરૂ કરી દીધું છે. તાજા અહેવાલ મુજબ, ઈરાને આ માર્ગ પરથી પસાર થતા આંતરરાષ્ટ્રીય જહાજો પાસેથી ધરખમ ટોલ ટેક્સ વસૂલ્યો છે અને આ રીતે થયેલી પહેલી મોટી કમાણી ઈરાનની સેન્ટ્રલ બેન્કમાં જમા પણ કરી દેવામાં આવી છે. ઈરાનનો આ નિર્ણય વૈશ્વિક વેપાર માટે ચિંતાનો વિષય બન્યો છે.આ સાથે હવે તે સત્તાવાર થઈ ગયું છે કે ઇરાન હોર્મુઝમાંથી જનારા વહાણો પાસેથી ટોલ વસૂલી રહ્યું છે. તસનીમ ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ સંસદમાં ઉપાધ્યક્ષ હમીદરેજા હાજીબાબાએ જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડીમાંથી ટોલના સ્વરૂપમાં થયેલી પહેલી કમાણી સેન્ટ્રલ બેન્કના ખાતામાં જણા કરાવી દેવાઈ છે. 

ઇરાને અન્ય મીડિયા સંસ્થાઓનું આ અંગેનું નિવેદન પ્રકાશિત કર્યુ છે, પરંતુ કોઈ જાણકારી આપી નથી. કેટલાક મીડિયા રિપોર્ટમાં સમાચાર આવ્યા હતા કે દરેક જહાજ પાસેથી લગભગ ૨૦ લાખ ડોલર એટલે કે ૧૮ કરોડ રૂપિયા ટ્રાન્ઝિટ ફી વસૂલી હોવાનું કહેવાય છે. જો કે ઇરાની નેતાઓએ તે ન જણાવ્યુ કં આ રકમ કુલ કેટલી છે. વર્તમાન યુદ્ધવિરામ પહેલા ઇરાને જણાવ્યું હતું કે તેણે આ રસ્તા પરથી પસાર થનારા દેશોને અપાતી મંજૂરી મર્યાદિત કરી દીધી છે, જેને તે દોસ્ત કહે છે. તે સમયે હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં જહાજો પાસેેથી ટોલ વસૂલવાજા ઇરાનના દાવાને ફગાવી દેવાયો હતો. 

 

(5:18 PM IST)