News of Thursday, 30th July 2026
ઇરાક પર સાઉદી અરેબિયા અને અમેરિકાનું સંયુક્ત વિમાન આક્રમણ: હવાઈ હુમલામાં ૨૦ લોકોના કમનસીબ મોત: ભારે તબાહી
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભયાનક એંધાણ: મહત્ત્વના સૈન્ય અને વ્યૂહાત્મક ઠેકાણાઓ પર બોમ્બમારો થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ

નવી દિલ્હી: મધ્ય પૂર્વના દેશો વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે; ઇરાક સ્થિત કેટલાંક સૈન્ય અને વ્યૂહાત્મક ઠેકાણાઓ પર સાઉદી અરેબિયા અને અમેરિકી દળો દ્વારા સંયુક્ત રીતે ભયાનક હવાઈ હુમલો કરવામાં આવ્યો છે; આ અચાનક કરાયેલા બોમ્બમારામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત નીપજ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘવાય હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે; આ હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને તબાહીનો માહોલ સર્જાયો છે; બે મોટા દેશો દ્વારા ઇરાકની ધરતી પર કરવામાં આવેલા આ આક્રમણથી સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ વધુ ભડકવાની શક્યતા જોવા મળી રહી છે, જેને પગલે વૈશ્વિક સત્તાઓ દ્વારા સ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે.
અમેરિકા અને સાઉદીના લડાકુ વિમાનોએ પૂર્વી ઇરાકમાં કેટલાય સ્થળો પર આતંકવાદીઓના લોજિસ્ટિક્સ અને શસ્ત્રોના ઠેકાણા પર હુમલા કર્યા. અમેરિકન કમાન્ડે જણાવ્યું હતું કે રિવોલ્યુશનરી ગાર્ડ અને તેના આતંકી સહયોગીઓના હુમલા બંધ કરવા પડશ, તો જ અમેરિકા લશ્કરી કાર્યવાહી નહી કરે. સાઉદીના સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં ચેતવણી આપી છે કે સાઉદી અરેબિયા આ ક્ષેત્રમાં તણાવ વધારવા માંગતુ નથી, પરંતુ જો તેના પર હુમલો થાય છે તો તે તેનો જવાબ ચોક્કસ આપશે. અમેરિકા અને સાઉદીએ ઇરાકના સાત પ્રાંતમાં હુમલા કર્યા હતા, આ તનાવના પગલે ગુરુવારે જેદ્દાહમાં ઇરાકના વડાપ્રધાન અને સાઉદી ક્રાઉન પ્રિન્સ વચ્ચે યોજાનારી બેઠક રદ કરી દેવામાં આવી છે. ઇરાકમાં પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સીસ (પીએમએફ) મુખ્યત્વે શિયા અને ઇરાન સમર્થિત સશસ્ત્ર જૂથોના સંગઠન છે. તે સત્તાવાર રીતે ઇરાકી લશ્કરના કમાન હેઠળ છે, પરંતુ સ્વતંત્ર રીતે વર્તે છે. પીએમએફમાં સામેલ જૂથોએ ૨૦૧૪મા ઇસ્લામિક સ્ટેટ સમૂહ દ્વારા ઇરાકના મોટા હિસ્સા પર કબ્જા પછી તેની સામેની લડાઈમાં ભાગ લીધો હતો.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
