તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
ઇસ્લામાબાદની ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી પિશાચી જડબેસલાક કિલ્લેબંદીઃ વિરોધ પ્રદર્શનો અને તાલિબાની ખતરા વચ્ચે આખી પાટનગરીમાં ફેરવાયો કાળો નાગ
સમગ્ર પાકિસ્તાન રાજધાનીમાં માર્ગો: હાઈવે અને સરકારી ઈમારતો પર કાળમુખા તોતિંગ લોખંડી કન્ટેનરોનો ખડકલો: ગૃહયુદ્ધ અને આતંકી હુમલાના પિશાચી ભય વચ્ચે સેના અને પોલીસે આખા શહેરનો સટાકથી બોલાવી દીધો કૂચડો

નવી દિલ્હી:ભારતના કાળમુખા પડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાંથી આખા વિશ્વને સ્તબ્ધ કરી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાનમાંથી ધુમાડા કાઢી નાખે તેવો અતિશય વિસ્ફોટક તથા પિશાચી કિસ્સો સામે આવ્યો છે! રાજકીય અસ્થિરતા, તોફાની વિરોધ પ્રદર્શનો અને સરહદેથી તોળાતા તાલિબાની આક્રમણના ભય વચ્ચે પાકિસ્તાન સરકારે આખા ઈસ્લામાબાદ શહેરની ૨૦,૦૦૦ જેટલા વિશાળ શિપિંગ કન્ટેનરો વડે પિશાચી અને જડબેસલાક કિલ્લેબંદી કરી દીધી છે.
આ કન્ટેનરોને વેલ્ડિંગ કરી એકબીજા સાથે જોડી દેવામાં આવ્યા છે. આ કન્ટેનરોની બહારની બાજુ કાંટાળી વાડ લગાવવામાં આવી છે. પાક. મીડિયા અનુસાર શહબાઝ શરીફ સરકાર અને તેમનું વહીવટી તંત્ર પીટીઆઇનાં દેખાવોની જાહેરાતથી ગભરાઇ ગયું છે. હોસ્પિટલોમાં વિશેષ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્લડ બેગની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પીટીઆઇનાં દેખાવોને જમાતે ઇસ્લામી અને ખેડૂત સંગઠનોએ પણ ટેકો આપવાની જાહેરાત કરી છે. વહીવટી તંત્રે પ્રસ્તાવિત માર્ચ અને દેખાવો અગાઉ રાજધાની ઇસ્લામાબાદમાં પ્રવેશ કરનારા મુખ્ય માર્ગોને બંધ કરવાનું શરૂ કરી દીધું છે. હોસ્પિટલમાં બિન જરૂરી સર્જરી મોકૂફ રાખવામાં આવી છે અને સ્થિર તબિયત ધરાવતા દર્દીઓને રજા આપવામાં આવી રહી છે જેથી ઘાયલોનાં આવવા પર તેમના માટે જગ્યા કરી શકાય. ઇસ્લામાબાદની હોસ્પિટલોને ૧૦૦ બ્લડ બેગ રિઝર્વ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમામ એમ્બ્યુલન્સને ડ્રાઇવરો સાથે તૈયાર રહેવાનાં નિર્દેશ આપવામાં આવ્યા છે. પંજાબ અને સિંધ પ્રાંતમાંથી ૨૦,૦૦૦ પોલીસ કર્મચારીઓને ઇસ્લામાબાદ બોલાવવામાં આવ્યા છે. જમાતે ઇસ્લામીએ ઇંધણનાં વધતા ભાવ સામે દેખાવો શરૂ કર્યા છે અને તેણે પીટીઆઇનાં દેખાવોને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
