તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
ઈઝરાયેલનો ‘માસ્ટર પ્લાન’: ઈરાનની નાકની નીચે UAEમાં ગોઠવ્યું અભેદ્ય કવચ:ઘાતક લેઝર હથિયારોની એન્ટ્રી
જિઓપોલિટિક્સમાં મોટો ઉલટફેર: યુદ્ધના મેદાનમાં હવે ‘આયર્ન બીમ’નો તરખાટ:ઈરાન જોતું રહ્યું અને ઈઝરાયેલે ખાડી દેશોમાં સૈનિકો અને ટેકનોલોજીનો ખડકલો કર્યો:મિસાઈલ અને ડ્રોન હુમલા હવે પળવારમાં થશે રાખ:અમેરિકાના આશીર્વાદથી ઈઝરાયેલે બદલ્યો પશ્ચિમ એશિયાનો નકશો:શું ઈરાન વળતો પ્રહાર કરશે?

નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈઝરાયેલે એક અત્યંત ગુપ્ત અને વ્યૂહાત્મક ઓપરેશન પાર પાડીને દુનિયાને ચોંકાવી દીધી છે. ઈરાન સાથેના વધતા તણાવ વચ્ચે ઈઝરાયેલે સંયુક્ત આરબ અમીરાત (UAE) માં પોતાના અત્યાધુનિક ‘લેઝર ડિફેન્સ સિસ્ટમ’ અને ખાસ સૈનિકોની ટુકડી તૈનાત કરી દીધી છે. આ લેઝર હથિયાર એટલું ઘાતક છે કે તે દુશ્મનના ડ્રોન કે મિસાઈલને હવામાં જ ગણતરીની સેકન્ડોમાં ઓગાળી દેવાની ક્ષમતા ધરાવે છે.
ઇરાનના મિસાઇલ અને ડ્રોન હુમલાઓને ખાળવા માટે ઇઝરાયલે માત્ર આયર્ન બીમ જ નહીં, પરંતુ સંરક્ષણ સાધનોનો આખો કાફલો યુએઈને પૂરો પાડ્યો છે.
•આયર્ન બીમ: ઇઝરાયલની સૌથી અદ્યતન લેસર સંરક્ષણ પ્રણાલી.
•આયર્ન ડોમ: વિશ્વ વિખ્યાત મિસાઇલ ઇન્ટરસેપ્ટર સિસ્ટમ.
•સ્પેક્ટ્રો સર્વેલન્સ ડિવાઇસ: આ સાધન 20 કિલોમીટર દૂરથી ઇરાની ડ્રોનને શોધી કાઢવાની ક્ષમતા ધરાવે છે.
•ગુપ્ત માહિતી: ઇરાન દ્વારા છોડવામાં આવતી ટૂંકા અંતરની મિસાઇલો અંગેની ચોક્કસ ઇન્ટેલિજન્સ માહિતી પણ ઇઝરાયલે શેર કરી હતી.
આ સંરક્ષણ સહયોગમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઇઝરાયલે માત્ર શસ્ત્રો જ નહીં, પરંતુ તેના સંચાલન માટે પોતાના ડઝનબંધ સૈનિકોને પણ યુએઈમાં મોકલ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું અને અભૂતપૂર્વ પગલું માનવામાં આવે છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
