તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
અમેરિકામાં સાત વર્ષથી રહેતા તમામ અનધિકૃત લોકોને ગ્રીન કાર્ડ આપવાનું મહત્વનું બિલ રજૂ થશે: ભારતીયો સહિત લાખો ઇમિગ્રન્ટ્સને મળશે મોટી રાહત
અમેરિકી સંસદમાં 'રજિસ્ટ્રી કટ-ઓફ ડેટ' અપડેટ કરવાનો પ્રસ્તાવ: લાંબા સમયથી રહેતા બિનઅધિકૃત નિવાસીઓને કાયદેસર નાગરિકતાનો માર્ગ મોકળો થશે

નવી દિલ્હી: અમેરિકામાં વસવાટ કરતા વિદેશી નાગરિકો અને ઇમિગ્રન્ટ્સ માટે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે; અમેરિકી સંસદ (કોંગ્રેસ)માં એક નવું બિલ રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જે હેઠળ અમેરિકામાં છેલ્લા સાત કે તેથી વધુ વર્ષોથી સતત રહેતા તમામ વ્યક્તિઓને ગ્રીન કાર્ડ (અધિકૃત કાયમી નિવાસ) આપવાની જોગવાઈ કરવામાં આવશે; આ પ્રસ્તાવિત કાયદા દ્વારા ઇમિગ્રેશન એક્ટની જૂની 'રજિસ્ટ્રી કટ-ઓફ ડેટ'ને અપડેટ કરવામાં આવશે, જેનાથી અમેરિકામાં બિનઅધિકૃત રીતે અથવા વિઝા વિલંબના કારણે રહેતા લાખો લોકોને રાહત મળશે; ખાસ કરીને લાંબા સમયથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા હજારો ભારતીય આઈટી વ્યાવસાયિકો અને તેમના પરિવારજનો માટે આ બિલ અત્યંત આશાસ્પદ સાબિત થઈ શકે છે.
કેલિફોર્નિયાના સેનેટર એલેક્સ પેડિલાનું કહેવું છે કે આ પ્રસ્તાવ ઇમિગ્રેશન સાથે જોડાયેલા તે નિયમને બદલશે જેને ૧૯૮૬થી અપડેટ કરવામાં આવ્યો નથી. પેડિલાની ઓફિસે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલાં મેં ટ્રમ્પ તંત્ર દ્વારા મહેનતુ વસાહતીઓ સાથે કરવામાં આવતા ક્રૂર વ્યવહારનો વિરોધ કરવા માટે આ બિલ રજૂ કર્યુ હતુ. પેડિલાનું કહેવું છે કે કોંગ્રેસ દેશમાં લાંબા સમયથી રહેતા આપણા અર્થતંત્ર અને સમાજમાં ફાળો આપતા લાખો લોકોની અવગણના ન કરી શકે, પરંતુ હાલમાં તો આ બિલ પસાર થવાનું સપલું લાગે છે કેમકે રિપબ્લિકન તેનાથી ઉલટી દિશામાં કામ કરી રહ્યા છે. ઇમિગ્રેશન એક્ટ ઓફ ૧૯૨૯ની જોગવાઈઓનું નવીનીકરણ કાયદો તે વસાહતીઓને સ્થાનિક રહેવાસીનો દરજ્જો આપવાની મંજૂરી આપશે, જે દેશમાં કમસેકમ સાત વર્ષથી કાયદેસર રીતે વસવાટ કરતો હોય. અરજદારનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ ન હોવો જોઈએ અને તેણે ગ્રીન કાર્ડ માટે જરૂરી બધી શરતોને પૂરી કરેલી હોવી જોઈએ. આ બિલમાં ડ્રીમર્સ, ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ ધારક, જરૂરી સેવાઓમાં કામ કરનારા લોકો અને લાંબા સમયથી વિઝાધારક લોકોના બાળકો સામેલ છે. આ બિલના લીધે કુશળ કામદારોને મદદ મળી શકે છે, જેમા એચ-૧બી વિઝા વર્કર સામેલ છે, જેઓ રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. આ દરખાસ્તને ભારતીય વ્યવસાયિકો માટે મહત્ત્વની માનવામાં આવે છે, જે એચ-૧બી વિઝાધારકોમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. તેઓ ઘણી વખત એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ લિમિટ્સના કારણે પરમેનન્ટ રેસિડેન્સી માટે લાંબી રાહ જોવી પડે છે. હાલમાં એલિજિબિલિટી કટ ઓફ પહેલી જન્યુઆરી ૧૯૭૨ છે. જ્યારે પેડિલાનો પ્રસ્તાવ તે તારીખથી સાત વર્ષનો નિયમ અમલમાં લાવવા કહે છે. આ ઠરાવ પસાર થયો તો તે પસાર થયાના ૬૦ દિવસમાં અમલી બનશે. જો કે ટ્રમ્પના શાસનમાં તે પસાર થાય તેવી જરા પણ સંભાવના નથી.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
