<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

ટેક્નોલોજીની દુનિયામાં જાપાનનો મહાવિસ્ફોટ: દુનિયાનું પહેલું પાવરફુલ 6G ડિવાઈસ તૈયાર:૧૧૨ Gbpsની સુપરફાસ્ટ સ્પીડનો નવો વર્લ્ડ રેકોર્ડ

૫G કરતાં ૨૦ ગણી વધુ સ્પીડ: આંખના પલકારામાં ડાઉનલોડ થશે આખી ૪K ફિલ્મ:૫૬૦ GHz બેન્ડ પર જાપાની વૈજ્ઞાનિકોનો અકલ્પનીય કરિશ્મો! ભવિષ્યની હાઇટેક કનેક્ટિવિટીનો પાયો નંખાયો

નવી દિલ્હી: કનેક્ટિવિટી અને સ્પીડના મામલે આખી દુનિયા પર હંમેશાં રાજ કરનારા જાપાને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ટેક્નોલોજીમાં તેનો કોઈ જોટો નથી. જાપાનની તોકુશિમા યુનિવર્સિટી (Tokushima University) ના સંશોધકોએ એક ક્રાંતિકારી સંશોધન કરીને ભવિષ્યના 6G નેટવર્ક માટેનું પાવરફુલ પ્રોટોટાઇપ ડિવાઇસ સફળતાપૂર્વક ટેસ્ટ કરી લીધું છે. આ પરીક્ષણ દરમિયાન વાયરલેસ ડેટા ટ્રાન્સફરની સ્પીડ અકલ્પનીય એવી ૧૧૨ Gbps (Gigabits per second) નોંધાતા વૈશ્વિક ટેક માર્કેટમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, જાપાની સંશોધકો દ્વારા પારંપરિક ઈલેક્ટ્રિક સર્કિટની જગ્યાએ લાઈટ એટલે કે પ્રકાશનો ઉપયોગ કવરામાં આવ્યો છે. તેમાં ઓપ્ટિકલ માઈક્રોકોમ્બ નામના એક ખાસ નાનકડા ડિવાઈસના કારણે પણ ઘણો ફાયદો થયો હતો. આ ડિવાઈસ હાઈટેક લેઝર રૂલરની જેમ કામ કરે છે. તે પ્રકાશના સ્થિર અને સચોટ કિરણો ઉત્પન્ન કરે છે. આ પ્રકાશ સ્થિર હોવાથી તેમાં ડિજિટલ નોઈસ નહીવત્ હોય છે. તેના કારણે સચોટ અને સક્ષમ ટેરાહર્ટ્ઝ સિગ્નલ મળે છે. તેના કારણે કોઈપણ ખામી વગર કે અડચણ વગર સુપરફાસ્ટ સ્પીડથી ડેટા મોકલી અને રિસિવ કરી શકાય છે.

આ ટેક્નોલોજીનો મોટો ફાયદો એ જોવા મળ્યો કે તેમાં વાઈબ્રેશનની ખાસ અસર થઈ નહીં. સામાન્ય રીતે ચીપ ટેક્નોલોજીમાં વાઈબ્રેશનને કારણે લેઝર એલાઈન્મેન્ટ બગડી જતું હોય છે. સંશોધકો દ્વારા તેમાં ઓપ્ટિકલ ફાઈબરને સીધા જ સિલિકોન નાઈટ્રેટ માઈક્રોરેઝોનરેટર ચીપ સાથે કાયમી ધોરણે જોડી દેવામાં આવ્યા હતા. તેના કારણે સેટઅપ ખૂબ જ નાની જગ્યામાં પૂરું થઈ ગયું. લેઝર એલાઈન્મેન્ટ ખરાબ થવાનો ભય ઓછો થઈ ગયો અને ટેમ્પ્રેચર કન્ટ્રોલર લાગેલું હોવાથી બહારના વાતાવરણની અસર ટળી ગઈ. 

 

 

(5:48 PM IST)