<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

જાપાનનો દુનિયાભરમાં ડંકો: એશિયાના 48 દેશો સામે મૂક્યો એવો સનસનાટીભર્યો પ્રસ્તાવ કે હવે ક્યારેય નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ: વૈશ્વિક બજારમાં ભારે હાહાકાર

ક્રૂડ ઓઈલની અસ્થિરતા અને મોંઘવારીથી પાયમાલ થઈ રહેલા દેશોને મોટી રાહત આપતી ઐતિહાસિક ઘોષણા:જાપાનના આ માસ્ટરસ્ટ્રોકથી અર્થવ્યવસ્થા હચમચી જતાં સંગઠનો અને ખાનગી લોબીઓના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ઊર્જા ક્ષેત્રમાંથી એક અત્યંત સનસનાટીભર્યા, ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચી લીધું છે. ટેક્નોલોજી અને સુપર પાવર ગણાતા જાપાને એશિયાના 48 દેશો સમક્ષ એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ક્રાંતિકારી પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એશિયન દેશોમાં ક્યારેય પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ન વધે તેવી અદભુત અને સ્થાયી વ્યવસ્થા ઊભી કરવાનો છે, જેને લઈને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
IEAનું એશિયન વર્ઝન: પીએમ તાકાઇચીએ જણાવ્યું કે તેઓ 1974માં તેલ સંકટ સમયે બનેલી 'ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી'(IEA)ના તર્જ પર તેનું એશિયન વર્ઝન અને 'તેલ સુરક્ષા ટાસ્ક ફોર્સ' બનાવવા માંગે છે.
કટોકટીમાં તેલ ભંડારની વહેંચણી: જાપાન ઈન્ડોનેશિયા સ્થિત આર્થિક સંશોધન સંસ્થા(ERIA) સાથે મળીને આ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ કે કટોકટીના સમયે સભ્ય દેશોના રાષ્ટ્રીય તેલ ભંડારમાંથી તેલ જારી કરવા અને એકબીજા સાથે શેર કરવા માટે નિયમો તૈયાર કરવાનો છે.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી વધ્યા હતા ભાવ: ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા ઈરાન યુદ્ધ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે જ્યાંથી વિશ્વનો 20%થી વધુ ક્રૂડ ઓઇલ સપ્લાય થાય છે તે બ્રેન્ટ ક્રૂડના ભાવ 126 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા હતા.
ભારતને મોટો ફાયદો: ભારત પોતાની જરૂરિયાતનું આશરે 90% ક્રૂડ ઓઇલ આયાત કરે છે. જો એશિયાઈ દેશો વચ્ચે આવું સુરક્ષા કવચ તૈયાર થાય, તો ભવિષ્યમાં વૈશ્વિક સંકટ સમયે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારીને નિયંત્રણમાં રાખી શકાશે.

 

(5:55 PM IST)