તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 28th May 2026
યુદ્ધના કાળઝાળમાં ગાઝામાં પવિત્ર તહેવારની ખુશીઓ રોળાઈ: ઇતિહાસમાં પ્રથમ વખત બકરી ઇદનો તહેવાર સાવ નિસ્તેજ: ચોમેર આક્રંદ અને ભયનો માહોલ
નાકાબંધી અને ભૂખમરા વચ્ચે તહેવારની ચમક ગાયબ: કુર્બાની માટે બકરીઓ તો દૂર, ખાવા માટે ૧ કિલો માંસ મેળવવા પણ લોકો મોહતાજ: આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે અરેરાટી!

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધની વચ્ચે ગાઝા પટ્ટીમાં રહેતા લાખો મુસ્લિમ પરિવારો માટે આ વખતની બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા) અત્યંત આઘાતજનક અને માયૂસી લઈને આવી છે. વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતો આ પવિત્ર તહેવાર આ વર્ષે યુદ્ધના કારણે સંપૂર્ણપણે ફિકો પડી ગયો છે. ચારેય બાજુ તબાહીના મંજર વચ્ચે ગાઝામાં ન તો તહેવારની કોઈ રોનક છે કે ન તો કોઈ ખુશી. લોકો પોતાના ઘરબાર ગુમાવીને રાહત કેમ્પમાં દિવસો કાપી રહ્યા છે ત્યારે તહેવારની ઉજવણી માત્ર એક સપનું બનીને રહી ગઈ છે.
એક પેલેસ્ટાઇન મહિલા નાદીયા અબુ એ પત્રકારોને કહ્યું હતું કે બજારમાં બધુ માત્ર જોવા જ જાઉં છું, કારણ કે હું કશું ખરીદી શકતી નથી. મન ભાંગી જાય છે.
ઉલ્લેખનીય છે કે ઓકટોબર ૨૦૨૫માં અમેરિકાની મધ્યસ્થતાથી ગાઝામાં યુધ્ધ વિરામ થયો છે. તેમ છતાં ઇઝરાયલના હવાઇ હુમલા ચાલુ છે.
રહેન અબુ અબ્દુલા અબુ મોસાદરે કહ્યું હતું કે, આ સીઝ ફાયર એક મોટુ જુઠ છે છતાં બાળકો માટે મીઠાઇ ખરીદી તેમને ખુશ કરવા પ્રયત્નો કરીએ છીએ. તેણે વધુમાં કહ્યું તેણે તેના ભાઈની સાથે મળીને ૧૩૦૦૦ રોકડ ખર્ચી એક બકરી ખરીદી હતી. તે કિંમત ૪.૪ લાખ રૂપિયા જેટલી થવા જાય છે. બહુ થોડા લોકો આટલો ખર્ચ કરી શકે.
બકરી ઇદ હજયાત્રા પૂરી થઇ હોવાનું પ્રતિક છે. તેમાં મુખ્યત્વે તો બકરીની કુર્બાની અપાય છે તેનું મહત્વ ઘણું છે પરંતુ અત્યારે બહારથી પશુઓ આવી શકતાં નથી. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન જણાવે છે કે ગાઝા યુધ્ધ શરૂ થયું તે પહેલાં જેટલી બકરીઓ હતી તેના માત્ર ચોથા ભાગની બકરી બચી છે. એટલે કે ૨૧ લાખની વસ્તીવાળા ગાઝામાં આશરે ૧૫૦૦૦ બકરીઓ જ બચી છે.
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
