તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
ચોમાસામાં ઘરમાંથી આવતી ભેજ અને સીલની દુર્ગંધથી મુક્તિ મેળવવાનો કિલર નુસખો: લીંબુના છોતરાં અને તજ કરશે કુદરતી રૂમ ફ્રેશનરનું કામ
ભેજવાળા વાતાવરણમાં ઘરને તાજગીસભર રાખવાનો સરળ ઉપાય: પાણીમાં લીંબુની છાલ અને તજ ઉકાળીને સ્પ્રે કરવાથી દુર્ગંધ અને વિષાણુઓ ગાયબ થશે

નવી દિલ્હી: ચોમાસાની રુતુમાં વાતાવરણમાં સતત ભેજ રહેવાના કારણે ઘરમાં, કબાટમાં અને ખૂણાઓમાં સીલ તેમજ અણગમતી દુર્ગંધ જમા થઈ જવાની સમસ્યાથી અનેક લોકો પરેશાન થતા હોય છે; આ પરિસ્થિતિમાં મોંઘા કેમિકલયુક્ત એર ફ્રેશનરના બદલે રસોડામાં જ ઉપલબ્ધ લીંબુના છોતરાં અને તજનો ઉપયોગ કરીને ઘરને કુદરતી રીતે સુગંધિત રાખી શકાય છે, નિષ્ણાતોના જણાવ્યા મુજબ એક વાસણમાં પાણી લઈ તેમાં લીંબુના છોતરાં અને તજના બે-ત્રણ ટુકડા નાખીને ૫ થી ૧૦ મિનિટ ઉકાળવાથી તેમાંથી નીકળતી વરાળ ઘરમાં રહેલી તમામ દુર્ગંધને ક્ષણભરમાં દૂર કરી દે છે, આ ઉકાળેલા પાણીને ઠંડુ કરીને સ્પ્રે બોટલમાં ભરી ઘરમાં છંટકાવ કરવાથી ભેજની વાસ દૂર થાય છે અને તજ તથા લીંબુના એન્ટી-બેક્ટેરિયલ ગુણોના કારણે વાતાવરણ શુદ્ધ બને છે, આ હોમમેડ ફ્રેશનરથી ઘર ગમગમી ઉઠે છે અને કોઈ આડઅસર વગર તાજગીનો અહેસાસ થાય છે.
આ માટે બસ એક વાસણમાં પાણી લઈ તેમાં લીંબુના છોતરા અને 3-4 તજના ટુકડા નાખી દેવાના રહે છે. ત્યારપછી તેને 10-15 મિનિટ સુધી ધીમી આંચ પર ઉકળવા દેવામાં આવે છે. જેમ-જેમ પાણી ગરમ થાય છે, તેમ-તેમ તજ અને લીંબુની હળવી તેમજ મીઠી સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય છે, જે વરસાદી ભેજની દુર્ગંધને મિનિટોમાં ગાયબ કરી દે છે.
ઘરની અંદરની દુર્ગંધને દૂર કરવા માટે આ ઉપાય એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે, પરંતુ તેને 'એર પ્યુરીફાયર' સમજવાની ભૂલ ન કરવી જોઈએ. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો, લીંબુની છાલમાં 'ડી-લિમોનેન' (D-limonene) નામનું તત્વ હોય છે, જે તેને ખાટી અને ફ્રેશ સુગંધ આપે છે.
બીજી તરફ, તજમાં રહેલા વોલેટાઇલ કમ્પાઉન્ડ્સ (ઉડી જાય તેવા તત્વો) તેને એક સરસ હર્બલ સુગંધ આપે છે. જ્યારે આ બંને વસ્તુઓને પાણીમાં એકસાથે ઉકાળવામાં આવે છે, ત્યારે આ તત્વો વરાળ સાથે ભળીને હવામાં ફેલાય છે, જેનાથી ઘરમાં તાજગીનો અહેસાસ થાય છે. આ સુગંધ રસોઈની તીવ્ર ગંધ કે લાંબા સમયથી બંધ રહેલા રૂમની ભેજવાળી દુર્ગંધને દબાવી દેવામાં ચોક્કસ અસરકારક છે, પરંતુ તે હવામાં રહેલા પ્રદૂષણને આઈસોલેટ કે ખતમ કરી શકતી નથી.
ઇન્ટરનેટ પર એવો દાવો પણ કરવામાં આવે છે કે આ મિશ્રણ ઘરમાંથી મચ્છરોને દૂર રાખવામાં મદદ કરે છે. રિસર્ચમાં એ વાત સાબિત થઈ ચૂકી છે કે લીંબુની છાલ અને કેટલીક વનસ્પતિઓના એસેન્શિયલ ઓઇલ (કુદરતી તેલ)માં મચ્છરોને દૂર રાખવાના ગુણો હોય છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
