<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી

"અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:સમગ્ર દુનિયા જેની પર મીટ માંડીને બેઠી છે તેવા અમેરિકા અને ઇરાન વચ્ચેના કાળમુખા યુદ્ધ અને ભયાનક તણાવ વચ્ચે એક અત્યંત ચોંકાવનારા, ખૌફનાક અને સનસનાટીભર્યા અહેવાલો સામે આવ્યા છે! મધ્ય પૂર્વમાં સળગી રહેલી યુદ્ધની જ્વાળાઓને શાંત કરવા માટે અમેરિકા દ્વારા ઇરાન સમક્ષ રાખવામાં આવેલી ૮ કડક અને ભયાનક શરતોનો ગુપ્ત મુદ્દો  અચાનક લીક થઈ જતાં વિશ્વભરના મીડિયામાં મોટો ધડાકો થયો છે.સાઉદી અખબાર અલ અરબિયાના દાવા અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી માટે તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટમાં મુખ્યત્વે પરમાણુ કાર્યક્રમ, હોર્મુઝની ખાડીની અને આર્થિક પ્રતિબંધો અંગેની શરતો સામેલ છે.

  1. એનરિચ યુરેનિયમનું ટ્રાન્સફર: ઈરાન પોતાના એનરિચ યુરેનિયમના જથ્થાને કોઈ ત્રીજા દેશમાં ટ્રાન્સફર કરી શકે છે. આ ઉપરાંત યુરેનિયમ સંવર્ધનનું સ્તર ઘટાડવાનો વિકલ્પ પણ રહેશે.
  2. હોર્મુઝની ખાડીની ફરી ખોલવી: બંને પક્ષો વચ્ચે સહમતી થયા બાદ સાત દિવસની અંદર હોર્મુઝની ખાડીનીમાં વ્યાવસાયિક જહાજોની અવરજવર ફરી શરૂ થઈ શકે છે.
  3. અમેરિકા ગેરંટર બનશે: અમેરિકા સમજૂતીના અમલીકરણ અને તેને જાળવી રાખવા માટે ગેરંટરની ભૂમિકા ભજવી શકે છે.
  4. દોહામાં સીધી વાતચીત: અમેરિકા અને ઈરાન વચ્ચે કતરની રાજધાની દોહામાં સીધી વાટાઘાટો થઈ શકે છે.
  5. પ્રતિબંધોમાં રાહત: ઈરાન પરમાણુ અને દરિયાઈ સુરક્ષા સંબંધિત પગલાં લેશે, જ્યારે અમેરિકા ઈરાન સામેના પ્રતિબંધો, ઘેરાબંધી અને આર્થિક પાબંદીઓ હળવી કરવા પગલાં લેશે.
  6. સ્વતંત્ર ચકાસણી વ્યવસ્થા: સમજૂતીના દરેક આગામી તબક્કાનો અમલ કરતાં પહેલાં સ્વતંત્ર ચકાસણી વ્યવસ્થા દ્વારા બંને પક્ષોની પ્રતિબદ્ધતાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.
  7. ચકાસણી વગર મોટી છૂટ નહીં: કોઈપણ પક્ષને મોટી છૂટ આપવામાં આવશે નહીં, જ્યાં સુધી તેને સ્વતંત્ર રીતે ચકાસી શકાય તેવી ખાતરી ન મળે.
  8. ઉલ્લંઘન રોકવા માટે વ્યવસ્થા: મધ્યસ્થીઓ અને ગેરંટર દેશોને સામેલ કરીને એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જે સમજૂતીના અમલમાં વિલંબ અથવા તેના ઉલ્લંઘનને દૂર કરી શકે. તેનાથી ફરીથી સૈન્ય તણાવ ઊભો થતો અટકાવવામાં મદદ મળશે.

અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહેલા પાકિસ્તાને પણ પોતાના પ્રયાસો તેજ કર્યા છે. પાકિસ્તાનના આર્મી ચીફ ફીલ્ડ માર્શલ અસીમ મુનીર આ મહિનામાં બે વખત ઈરાનની મુલાકાત લઈ ચૂક્યા છે. તેઓ બંને દેશો વચ્ચે મુખ્ય મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. શુક્રવારે પાકિસ્તાની સેનાના પ્રવક્તાને મુનીરની ઈરાન મુલાકાત અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે આ પ્રયાસોને સકારાત્મક ગણાવ્યા હતા. પાકિસ્તાની સેનાના પ્રવક્તા ચૌધરીએ કહ્યું, "જો કંઈક સકારાત્મક ન હોત તો ફીલ્ડ માર્શલ બે વખત ઈરાન શા માટે ગયા હોત? હા, ચોક્કસપણે." આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે શાંતિ સમજૂતીનો ડ્રાફ્ટ સામે આવતાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો આગળ વધવાની આશા વધી છે.

(5:37 PM IST)