<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાને મોટો ફટકો: હાફિઝ સઈદના ખાસ ગણાતા આતંકીની ગોળી મારીને હત્યા

હાફિઝ સઈદના 'રાઈટ હેન્ડ' મનાતા આતંકીને અજાણ્યા હુમલાખોરોએ નિશાન બનાવી મોતને ઘાટ ઉતાર્યો છે:પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી ભારત વિરોધી આતંકીઓ પર થઈ રહેલા રહસ્યમય હુમલાઓને પગલે આતંકી સંગઠનોમાં ફફડાટ વ્યાપ્યો છે

નવી દિલ્હી: પાકિસ્તાનની ધરતી પર આશ્રય લઈ રહેલા આતંકી આકાઓ પર ફરી એકવાર 'અજાણ્યા' હુમલાખોરો ત્રાટક્યા છે. પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદના અત્યંત નજીકના અને તેના જમણા હાથ ગણાતા ટોચના આતંકી કમાન્ડરની પાકિસ્તાનમાં ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હુમલાખોરો બાઇક પર આવ્યા હતા અને આતંકીને નિશાન બનાવી ફરાર થઈ ગયા હતા. આ અગાઉ પણ ભારત વિરુદ્ધ ષડયંત્રો રચનારા અનેક આતંકીઓ પાકિસ્તાનના અલગ-અલગ શહેરોમાં આ જ રીતે માર્યા ગયા છે. પાકિસ્તાની એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે, પરંતુ હુમલાખોરોનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી. આ ઘટનાથી લશ્કરના નેટવર્કને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું મનાય છે.
લાહોરના એક ન્યૂઝ ચેનલની ઓફિસ બહાર અજ્ઞાત હુમલાખોરોએ અમીર હમઝાને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, ગોળીબારની આ ઘટનામાં અમીર હમઝા ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી હુમલાખોરોનો કોઈ પત્તો મળ્યો નથી.
અમીર હમઝા લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્યોમાંનો એક છે અને તે આતંકી હાફિઝ સઈદનો ખૂબ જ નજીકનો સાથી માનવામાં આવે છે. હમઝા ભારત વિરુદ્ધ અનેક આતંકી કાવતરાંઓ અને મોટા હુમલાઓનો માસ્ટરમાઈન્ડ રહ્યો છે. ભારત સરકારે લાંબા સમયથી તેને વોન્ટેડ લિસ્ટમાં રાખ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં ભારત વિરોધી આતંકીઓને એક પછી એક નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અગાઉ પણ અનેક આતંકીઓ અજ્ઞાત હુમલાખોરોનો શિકાર બની ચૂક્યા છે. આ તાજા હુમલા બાદ પાકિસ્તાનમાં આશ્રય લઈ રહેલા આતંકીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ હુમલા પાછળ કોનો હાથ છે તે હજુ રહસ્ય બનેલું છે.

 

(5:26 PM IST)