તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
લ્યો બોલો...૧૨માં માળેથી નીચે પડતા યુવતી મરી ગઈ પોતે બચી ગયો
જાપાનની ઘટનાઃ યુવતી વાંક વગર દંડાઈ ગઈ

નાગોયા,તા.૨૪: સવારે જપાનના નાગોયા શહેરમાં ૧૨ માળના બિલ્ડિંગ પરથી એક યુવક પડી ગયો. યુવક નીચે પડવાથી ૨૩ વર્ષની યુવતીનું મોત થયું હતું. આ ઘટના સ્થાનિક સમય મુજબ રાતે ૧ વાગ્યે બની હતી. રેસ્ટોરાંમાં કામ કરતી ટોમોકી ઇનાબા નામની એક યુવતી કામ પૂરું કર્યા પછી બીજી દોસ્ત સાથે ચાલતી જઈ રહી હતી એ જ વખતે ૧૨ માળના અપાર્ટમેન્ટ પરથી અચાનક એક યુવક તેના પર પડ્યો. એને કારણે ટોમોકી ચગદાઈ ગઈ અને લોહીલુહાણ થઈ ગઈ. તેના પર પડનારો ૨૯ વર્ષનો યુવાન પણ લોહીથી લથબથ થઈ ગયો હતો. ટોમોકીની બહેનપણીએ તરત જ પોલીસને જાણ કરીને બન્નેને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યાં હતાં. જોકે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે યુવતી મરી ગઈ હતી અને યુવક હજી ગંભીર ઈજાને કારણે કંઈ બોલી શકવાની સ્થિતિમાં નથી.
બારમા માળેથી પડનારો યુવક એ અપાર્ટમેન્ટમાં રહેતો નહોતો અને તેની પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી ન હોવાથી તેણે જાતે કૂદકો માર્યો હતો કે કોઈએ ધક્કો માર્યો હતો એ હજી સ્પષ્ટ થઈ શક્યું નથી.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
