<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

ક્રિપ્ટો માર્કેટની તર્જ પર હવે શેરબજાર પણ ૨૪ કલાક ધમધમશે: રોકાણકારોને રાત-દિવસ ટ્રેડિંગ કરવાની મજા પડશે

વૈશ્વિક બજારોના ઉતાર-ચઢાવ વચ્ચે ભારતીય રોકાણકારોને મોટો ફાયદો: રાઉન્ડ ધ ક્લોક ટ્રેડિંગ વ્યવસ્થાથી બજારમાં લિક્વિડિટી અને રોકાણ વધવાની શક્યતા

નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી માર્કેટની જેમ હવે શેરબજાર પણ ચોવીસે કલાક કાર્યરત રહે તે દિશામાં મહત્ત્વપૂર્ણ પગલાં લેવાઈ રહ્યા છે, જેનાથી શેરબજારના રોકાણકારો અને ટ્રેડર્સ માટે રાત-દિવસ ખરીદ-વેચાણ કરવાના દ્વાર ખુલી જશે; અત્યાર સુધી ચોક્કસ સમયમર્યાદામાં ચાલતા શેરબજારને કારણે વૈશ્વિક ઘટનાક્રમ કે વિદેશી બજારોમાં થતી મોટી હલચલનો લાભ ભારતીય રોકાણકારો સમયસર લઈ શકતા નહોતા, પરંતુ હવે ૨૪ કલાક ટ્રેડિંગની સુવિધા મળવાથી રોકાણકારો રાત્રિના સમયે પણ વૈશ્વિક અહેવાલોના આધારે પોતાના પોર્ટફોલિયોમાં ફેરફાર કરી શકશે, આ નિર્ણયથી માર્કેટમાં વોલ્યુમ અને લિક્વિડિટી વધવાની સાથે વિદેશી રોકાણકારોનું આકર્ષણ પણ વધશે, જેથી ભારતીય શેરબજારમાં એક નવા યુગનો પ્રારંભ થવા જઈ રહ્યો હોવાનું નાણાકીય ક્ષેત્રના નિષ્ણાતો માની રહ્યા છે.

ડિજિટલ અને AIના આ સમયમાં ટ્રેડિંગને વધુ સરળ બનાવવા માટે લંડન સ્ટોક એક્સચેન્જે (LSE) 'લંડન સ્ટોક એક્સચેન્જ 24'ની જાહેરાત કરી છે. આ નવા પ્લેટફોર્મની મદદથી રોકાણકારો અઠવાડિયાના 5 દિવસ લગભગ 24 કલાક ટ્રેડિંગ કરી શકશે.

આનો મુખ્ય હેતુ વિશ્વભરના રોકાણકારોને માર્કેટની કોઈ પણ મોટી ઘટના પર તરત નિર્ણયો લેવાની, જુદા જુદા ટાઇમ ઝોનમાં પણ સરળતાથી ખરીદ-વેચાણ કરવાની અને પોતાના જોખમ (રિસ્ક)ને વધુ સારી રીતે મેનેજ કરવાની સુવિધા આપવાનો છે.

LSE 24ના સમયની વાત કરીએ તો, તે સોમવારથી શુક્રવાર સાંજે 5:00 વાગ્યાથી સવારે 7:50 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ દરમિયાન દરરોજ સાંજે 6:30થી 7:00 વાગ્યા વચ્ચે બજાર બંધ કરવાની પ્રક્રિયા માટે 30 મિનિટનો વિરામ રહેશે.

ખાસ વાત એ છે કે લંડન સ્ટોક એક્સચેન્જનું મુખ્ય બજાર તેના નિયમિત સમય (સવારે 8:00 થી સાંજે 4:30) મુજબ જ ચાલશે. LSE 24 તેનાથી સાવ અલગ અને સ્વતંત્ર રીતે કામ કરશે.

(6:00 PM IST)