<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

પૂર સમયે પ્રેગ્નન્‍ટ પત્‍નીને ફ્રિજમાં બેસાડીને તેનો જીવ બચાવેલો

બ્રાઝિલના આ ભાઈનો દાવો છે કે તેમણે : શહેરમાં જ્‍યારે પણ પૂર આવે છે ત્‍યારે રુલિયનનો આ કિસ્‍સો લોકો મિસાલ તરીકે યાદ કરે છે

સુલ  તા.૮: વીસ વર્ષના રુલિયન ડાયસ અમારાલ નામના બ્રાઝિલના રહેવાસીએ તાજેતરમાં પૂર સમયનો પોતાનો અનુભવ સોશ્‍યલ મીડિયા પર શેર કરીને લોકોને ચકિત કરી દીધા છે. આમ તો આ ઘટના બે વર્ષ જૂની છે. ૨૦૨૪માં બ્રાઝિલમાં તે જે ગામમાં રહેતો હતો એ સુલ શહેરમાં પૂર આવ્‍યું. અચાનક પૂરનાં પાણી શહેરમાં ફરી વળ્‍યાં હતાં. રુલિયન તેના પાડોશીને હોસ્‍પિટલ મૂકવા ગયો હતો એ જ વખતે આ ઘટના ઘટી અને ઘરમાં ૮ મહિનાની પ્રેગ્નન્‍ટ પત્‍ની એલિવાન્‍ડા ફસાઈ ગઈ.

જ્‍યારે રુલિયન પાછો આવ્‍યો ત્‍યારે ઘરમાં પાણી ઘૂસી ગયેલું. પૂરમાં ચાલીને પત્‍નીને બચાવી શકાય એમ નહોતું એટલે રુલિયને ઘરમાં પડેલા ડબલ ડોર ફ્રિજને ખાલી કરી દીધું અને એમાં પત્‍નીને અંદર બેસાડી દીધી. આ ફ્રીઝ પાણીમાં તરવા લાગ્‍યું.

રુલિયન ફ્રિજને ધક્કા મારી-મારીને પાણીના વહેણથી દૂર થોડીક ઊંચી જગ્‍યા સુધી લઈ ગયો હતો. પાણીનો પ્રવાહ એટલો હતો કે વચ્‍ચે ફ્રિજ પલટી ખાઈ ગયું, પરંતુ એ પછી પણ તેની પત્‍નીને એમાં કંઈ થયું નહોતું. થોડાક ઊંચા સ્‍થળે પહોંચ્‍યા પછી તેણે પત્‍નીને ફ્રિજમાંથી બહાર કાઢી હતી અને બન્ને તરીને સેફ જગ્‍યાએ પહોંચી ગયાં. નવાઈની વાત એ છે કે આ ઘટનાને કારણે ખૂબ ડરી ગયેલી તેની પત્‍નીને થોડા જ સમયમાં પ્રસૂતિ થઈ ગઈ. દીકરી મારિયાનો જન્‍મ થયો અને એ પણ સંપૂર્ણ સ્‍વસ્‍થ હતી.

 બ્રાઝિલના સુલ શહેરમાં જ્‍યારે પણ પૂર આવે છે ત્‍યારે રુલિયનનો આ કિસ્‍સો લોકો મિસાલ તરીકે યાદ કરે છે.

(3:19 PM IST)