તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
પરંપરાના ઓથા હેઠળ નિર્દોષ જીવોનો સામૂહિક નરસંહાર, સમુદ્ર લોહીથી લાલચોળ: ૧૦૦૦ વર્ષ જૂની ઘાતકી પ્રથા માટે ૭૦૦થી વધુ વ્હેલ અને ડોલ્ફિનની બેરહેમ કતલ, આખી દુનિયામાં પ્રચંડ આક્રોશ
માનવતા મરી પરવારી:, સમુદ્રના પાતાળમાં ખેલાયો કાળઝાળ લોહિયાળ ખેલ, ભારે સનસનાટી: તીક્ષ્ણ હથિયારો વડે નિર્દોષ દરિયાઈ જીવોને રહેંસી નાખ્યા: ગ્લોબલ મીડિયામાં પૃથ્વીના નરાધમો સામે ધિક્કારની પ્રચંડ હેલી

નવી દિલ્હી: યુરોપના સમુદ્ર કિનારેથી (ખાસ કરીને ડેનમાર્કના ફેરો આઇલેન્ડ્સ ખાતેથી) આખી દુનિયાને સ્તબ્ધ કરી દેતો અને સંસ્કૃતિના નામે કલંક સમાન એક અત્યંત ચોંકાવનારો અને હૃદયદ્રાવક લોહિયાળ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી પાકી વિગતો મુજબ, સદીઓ જૂની રક્તરંજિત પરંપરાના નામે સ્થાનિક લોકોએ સમુદ્રમાં ઘેરાબંધી કરીને હજારો વ્હેલ અને ડોલ્ફિન માછલીઓને કિનારા તરફ હાંકી કાઢી હતી. ત્યારબાદ કોઈ પણ જાતની દયા વગર, સેંકડો લોકોએ દરિયાના પાણીમાં ઉતરીને તીક્ષ્ણ હથિયારો, ભાલા અને દોરડા વડે આ મૂંગા જીવો પર તૂટી પડીને સરેઆમ કતલખાનું શરૂ કરી દીધું હતું!
આ પ્રથા અંતર્ગત સ્થાનિકો હૂક અને ધારદાર ચપ્પુનો ઉપયોગ કરીને એટલાન્ટિક વ્હાઇટ-સાઇડેડ ડોલ્ફિન અને લોન્ગ-ફિન્ડ પાયલટ વ્હેલને ઘેરી લે છે અને તેમને દરિયાના ઓછા ઊંડાણવાળા કિનારા તરફ ખેંચી લાવીને બેરહેમીથી કાપી નાખે છે. આ ભયાનક દૃશ્ય જોવા માટે કિનારા પર બાળકો સહિત અનેક સ્થાનિકો ઊભા હતા. બાદમાં આ મૃત જળચર જીવોના માંસને ખાવા માટે વહેંચી દેવામાં આવ્યો હતો.
એક પર્યાવરણ સંસ્થાના જણાવ્યા અનુસાર, વ્હેલ અને ડોલ્ફિનના આ ભયાનક સામૂહિક શિકારની ઘટનાઓ 27 મેના રોજ ફરોએ દ્વીપના ત્રણ અલગ-અલગ દરિયા કિનારે બની હતી. આ વિસ્તાર સ્કોટલૅન્ડથી આશરે 200 માઇલ ઉત્તરમાં આવેલો છે. શિકારીઓએ આ ત્રણ જગ્યાઓ પર ત્રાટકીને કુલ 706 જેટલા નિર્દોષ દરિયાઈ જીવોની હત્યા કરી નાખી હતી.
આ શિકાર દરમિયાન 'તોર્શા વન' નામના સ્થળે સૌથી વધુ 402 પાયલટ વ્હેલ અને 4 બોટલનોઝ ડોલ્ફિનને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. આ સિવાય 'સ્કાલાબોટનુર' કિનારે 168 અને 'હ્વાલવિક' નામના સ્થળે 132 વ્હાઇટ-સાઇડેડ ડોલ્ફિન માછલીઓનો શિકાર કરાયો હતો. ચોંકાવનારી વાત એ છે કે શિકારીઓએ આ અસહાય પ્રાણીઓને મારવામાં ઘણો લાંબો સમય લગાડ્યો હતો, જેના કારણે આ જળચર જીવો મરતાં પહેલા લાંબા સમય સુધી દરિયાના કિનારે અસહ્ય પીડાથી તરફડતા રહ્યા હતા.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
