<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

રશિયાના હૃદય ‘મોસ્કો’ પર યુક્રેનનો પ્રચંડ હુમલ:: અત્યાર સુધીનો બીજો સૌથી મોટો ડ્રોન એટેક

પુતિનના ગઢમાં હાહાકાર: આકાશમાંથી વરસેલા ડ્રોન્સે રશિયાની ઊંઘ ઉડાડી:એરપોર્ટ પર ફ્લાઈટોની અવર-જવર ઠપ્પ: મોસ્કોમાં ઈમરજન્સી જેવી સ્થિતિ, યુક્રેને બતાવ્યો પોતાનો અસલી મિજાજ:શું હવે રશિયા પરમાણુ હુમલો કરશે? વિશ્વ યુદ્ધના વાદળો ઘેરાયા

નવી દિલ્હી: યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો અને બીજો સૌથી ભયાનક ડ્રોન હુમલો કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. ડઝનબંધ ડ્રોન્સે એકસાથે મોસ્કોના આકાશમાં દેખા દેતા રશિયન એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી. આ હુમલાના જોખમને પગલે મોસ્કોના મુખ્ય એરપોર્ટો પર તમામ ફ્લાઈટોનું સંચાલન તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવ્યું છે. આ એક મોટો હુમલો છે જે આ સપ્તાહની શરૂઆતમાં મોસ્કો દ્વારા કીવનાં યુદ્ધ વિરામનાં પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યા અને રશિયાનાં આગામી વિજય દિવસ સમારંભની સુરક્ષા અંગે વધેલી તંગદિલી પછી કરવામાં આવ્યો છે.
ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનનો આ બીજો સૌથી મોટો હવાઇ હુમલો હતો. સૌથી મોટો હુમલો ગયા વર્ષે માર્ચમાં કરવામાં આવ્યો છે. જેમાં યુક્રેને રશિયામાં  389 ડ્રોન લોન્ચ કર્યા હતાં.  રશિયાની સમાચાર એજન્સીનાં જણાવ્યા અનુસાર મોસ્કોનાં ત્રણ મુખ્ય એરપોર્ટ  શેરમેતયેવો, દોમોદેદેવો અને વનુકોવોથી આવતી જતી લગભગ 100 ફલાઇટ બપોર સુધી વિલંબિત રહી હતી અથવા રદ કરવામાં આવી હતી.
આ હુમલો રશિયાનાં સૌથી મહત્ત્વપૂર્ણ વિજય દિવસ અગાઉ કરવામાં આવ્યો છે. આ દિવસ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં નાઝી જર્મનીની હારની વર્ષગાંઠનાં રૂપમાં ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રશિયન અધિકારીઓએ શુક્રવાર અને શનિવાર માટે યુક્રેનમાં એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.

 

 

 

(7:51 PM IST)