News of Wednesday, 11th November 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં મહાવિનાશક ધડાકો: ગેરકાયદે રીતે સરહદ ઓળંગવા જતાં ૩ ઓઈલ ટેન્કરોમાં ભીષણ આગ: સમુદ્રી માઈન્સ સાથે ટકરાયા
મધ્યપૂર્વના દરિયામાં કાળમુખી ટક્કર બાદ ઓઈલ ટેન્કરો ભડભડ સળગ્યા: આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના પુરવઠા પર કાળો નાગ આળોટતાં છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:વિશ્વના સૌથી મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ના દરિયાઈ માર્ગ પર આજે વહેલી સવારે એક અત્યંત સનસનાટીભરી અને કાળજું કંપાવી દેનારી ભયાનક દુર્ઘટના સામે આવી છે. સુરક્ષા નિયમો અને દરિયાઈ સરહદને ગેરકાયદે રીતે ઓળંગવાનો પ્રયાસ કરી રહેલા ૩ મોટા ઓઈલ ટેન્કરો સમુદ્રમાં બિછાવેલી ભયાનક 'સમુદ્રી માઈન્સ' (Submarine Mines) સાથે ધડાકાભેર ટકરાયા હતા. આ ટક્કર એટલી ભીષણ હતી કે જોતજોતામાં ત્રણેય ટેન્કરોમાં આકાશી જ્વાળાઓ સાથે ભયાનક આગ ફાટી નીકળી હતી.
ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની સત્તાવાર સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, ટેન્કરોએ હોર્મુઝ પાર કરતી વખતે પોતાના તમામ નેવિગેશન અને આઈડેન્ટિફિકેશન સિસ્ટમ સંપૂર્ણપણે બંધ કરી દીધા હતા. જેમાંથી બે જહાજો સમુદ્રી માઈન્સ (બારૂદી સુરંગો)ની ચપેટમાં આવી જતાં ધમાકા સાથે ફાટી પડ્યા હતા. જ્યારે ત્રીજું ટેન્કર અમેરિકન લડાયક વિમાનોની મદદથી ચોરીછૂપીથી રસ્તો કાપવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ તે પણ જળચર સુરંગ સાથે અથડાતાં તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી.
આ વિસ્ફોટો બાદ ઈરાની નૌસેના અને IRGCએ ખુલ્લી ચેતવણી ઉચ્ચારી છે કે હોર્મુઝ ક્ષેત્રમાં કોઈપણ 'અનધિકૃત' માર્ગ અત્યંત અસુરક્ષિત છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકન સૈન્યના સહયોગથી ગેરકાયદેસર રીતે પસાર થવા માંગતા તમામ જહાજો સામે આવી જ કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈઝરાયેલ સાથેના યુદ્ધના માહોલ બાદ ઈરાને હોર્મુઝ પર પોતાની પકડ કડક બનાવી દીધી છે અને વિરોધી દેશોના જહાજો માટે રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દીધો છે.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
