<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

મિડલ ઈસ્ટમાં સૈન્ય હલચલ: પાકિસ્તાને સંરક્ષણ કરારો હેઠળ સઉદી અરબમાં ૮,૦૦૦ સૈનિકો અને ફાઈટર જેટ્સ તૈનાત કર્યા

યુદ્ધના ભણકારા વચ્ચે મોટો સૈન્ય દાવ: સઉદીની આંતરિક અને સરહદી સુરક્ષા મજબૂત કરવા પાકિસ્તાની આર્મી એક્શનમાં:ઈસ્લામાબાદ-રિયાધની દોસ્તી ફરી ચર્ચામાં! વૈશ્વિક સૈન્ય સમીકરણો બદલાવાની પૂરેપૂરી આશંકા

નવી દિલ્હી: મધ્ય-પૂર્વ (Middle East) માં ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે એક બહુ જ મોટો અને વ્યૂહાત્મક બદલાવ સામે આવ્યો છે. પાકિસ્તાને સઉદી અરબ સાથેના પરંપરાગત સંરક્ષણ કરારોને આગળ ધપાવીને પોતાના ૮,૦૦૦ થી વધુ સૈનિકો અને અત્યાધુનિક ફાઈટર જેટ્સની આખી ટુકડી સઉદી અરબ મોકલી આપી છે. આટલી મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈન્યની તૈનાતીથી આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી અને સૈન્ય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ઈરાન-અમેરિકા વચ્ચે મુખ્ય મધ્યસ્થી તરીકે પાકિસ્તાન કાર્યરત છે ત્યારે જ તેણે ઈરાન સામે સંરક્ષણની ઢાલ રચવા ભારે શસ્ત્ર સહાય કરી રહ્યું છે.

બંને દેશો વચ્ચે ગત વર્ષે થયેલા સંરક્ષણ કરારો ગુપ્ત રાખવામાં આવ્યા છે. તેટલું જ જાણવા મળ્યું છે કે બેમાંથી એક પણ દેશ ઉપર આક્રમણ થાય તો બીજા દેશે તેની સહાયે જવું. આ સાથે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે કહ્યું હતું કે આ કરારો દ્વારા સઉદી અરબસ્તાન પાકિસ્તાનની ન્યુક્લિયર અમ્બ્રેલા (પરમાણુ શસ્ત્ર રક્ષણ છત્રી) નીચે આવી જાય છે.

આ કરારો નીચે પાકિસ્તાને ૮૦૦૦ સૈનિકો સઉદી અરબસ્તાનમાં મોકલ્યા છે. ઉપરાંત ચીન સાથે સહકારમાં પાકિસ્તાનમાં જ બનાવેલા જે.એફ. ૧૭ ફાયટર્સની ૧૬ સ્કવોડ્રન્સ તેમજ ડ્રોન વિમાનોની બે સ્કવોડ્રન્સ સઉદી અરબસ્તાનમાં મોકલી છે.

તે સર્વવિધિત છે કે પાકિસ્તાનની કારમી આર્થિક કટોકટીમાં છેવટે સઉદી અરબસ્તાને જ તેને સહાય કરી ડૂબતું બચાવ્યું છે તે ઉપકારના બદલામાં પાકિસ્તાન સઉદી ઉપર નવાજી રહ્યું છે.

 

(5:49 PM IST)