<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

ડિજિટલ દુનિયામાં માઈન્ડ-બ્લોઈંગ ભયાનક ધડાકોઃ હવે 'એઆઈ' ને જ 'એઆઈ' ના કાળમુખા પંજામાંથી બચાવવા સાયબર સિક્યોરિટીનો રાક્ષસી સકંજો કસવો પડ્યો

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો અસલી રોદ્ર અને ભયાનક ચહેરો સામે આવ્યો: સાયબર રાક્ષસોએ એઆઈ સામે જ વિજય મેળવવા એઆઈ વાયરસ છોડ્યાઃ હેકર્સના સાયબર એટેકથી બચવા માટે રોબોટિક સિક્યોરિટી ઊભી કરવી અનિવાર્ય બનતાં ભારે સનસનાટી અને અરેરાટી

નવી દિલ્હી: સમગ્ર માનવજાત અને ટેકનોલોજીની દુનિયાના હોશ ઉડાવી દેતો અને લોહી થીજાવી દેતો અતિ-સનસનાટીભર્યો અને વિસ્ફોટક ધડાકો સામે આવ્યો છે! જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને દુનિયાનું ભવિષ્ય માનવામાં આવતું હતું, હવે એ જ એઆઈ પર સાયબર માફિયાઓ અને હેકર્સનો ભયાનક કાળમુખો ડોળો મંડાયો છે. સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે, શાતિર સાયબર અપરાધીઓ હવે એઆઈ સિસ્ટમ્સને હેક કરવા માટે જ બીજા એઆઈ ટૂલ્સનો રાક્ષસી ઉપયોગ કરી રહ્યા છે!
ઓપનએઆઈએ કહ્યું કે, એઆઈ મોડલ્સની ક્ષમતા વધતા આગામી મહિનાઓમાં એઆઈ આધારિત સાયબર એટેક વધુ વ્યાપક અને અત્યાધુનિક બની શકે છે. બેંકો, હોસ્પિટલો, સરકારી વ્યવસ્થાઓ જેવી કે પાણી પુરવઠા વ્યવસ્થા અને ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી મહત્વની સર્વિસ પર જોખમ છે. કંપનીએ સરકારો, ટેક કંપનીઓ અને સાયબર સિક્યોરિટી સેક્ટરને એક મળીને ડિફેન્સ મજબૂત કરવા અપીલ કરી છે. કંપનીએ જૂના અને અપડેટ ન થયેલા સોફ્ટવેર, વધુ પડતી એક્સેસ પરમિશન અને નબળી ઓથેન્ટિકેશન જેવી સમસ્યાઓ દૂર કરવા પર ભાર મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, જુલાઈમાં થયેલા આંતરિક સાયબર સિક્યોરિટી ટેસ્ટ દરમિયાન તેના એઆઈ એજન્ટ્સે નિયંત્રણો પાર કરીને બહારની એઆઈ સિસ્ટમ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં તેના મોડલ્સે હગિંગ ફેસની સિસ્ટમ્સમાં ઘૂસણખોરી કરી હતી અને એક સર્વરનો એક્સેસ મેળવ્યો હતો. પર્સનલ ડેટા અને મેસેજિંગ પ્લેટફોર્મના ક્રેડેન્શિયલ પણ મેળવવામાં આવ્યા હતા.

 

(5:36 PM IST)