<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

રશિયાના હૃદય સમાન મોસ્કો પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો કાળમુખો ડ્રોન બ્લાસ્ટ!: કરોડો ગેલોન તેલ ધરાવતી તોતિંગ ઓઇલ રિફાઇનરી ભડભડ સળગી, આકાશમાં ધુમાડાના તોતિંગ ગોટેગોટા, ભારે તબાહી!

મોસ્કોના તમામ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ યુદ્ધના ધોરણે સદંતર બંધ કરાયા, સેંકડો ફ્લાઈટ્સ હવામાં જ અટવાઈ!: પુતિન તંત્ર દ્વારા કટોકટી વચ્ચે હાઈ એલર્ટ જાહેર, વૈશ્વિક ક્રૂડ માર્કેટમાં ભારે સનસનાટી!

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા લોહિયાળ જંગમાં આજે યુક્રેન દ્વારા સીધું રશિયાની ધરતી પર કરવામાં આવેલા અત્યાર સુધીના સૌથી વિનાશક અને ભીષણ હુમલાથી સમગ્ર વૈશ્વિક રાજનીતિ ધ્રૂજી ઉઠી છે. મળતી બિલકુલ પાકી આંતરરાષ્ટ્રીય લાઈવ વિગતો મુજબ, યુક્રેને મધ્યરાત્રિએ મોસ્કોની સરહદ નજીક આવેલી રશિયાની મુખ્ય તેલ રિફાઇનરીને ટાર્ગેટ કરીને એકસાથે ડઝનબંધ આત્મઘાતી ડ્રોન ઝીંકી દીધા હતા. આ પ્રચંડ વિસ્ફોટો સાથે રિફાઇનરીના તોતિંગ તેલના ટેન્કરોમાં ભયાનક આગ ફાટી નીકળી હતી, જેને બુઝાવવી રશિયન ફાયર ફાઇટરો માટે અશક્ય બની ગઈ છે. આ હુમલા બાદ મોસ્કો પર વધુ એરસ્ટ્રાઈક થવાની ભીતિ વચ્ચે રશિયન સિવિલ એવિએશને તાત્કાલિક નિકોલવ અને ડોમોડેડોવો સહિતના તમામ એરપોર્ટના રન-વે બ્લોક કરી દીધા છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને આ હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવી યુક્રેનને પળવારમાં નકશામાંથી સાફ કરી દેવાની આકરી ચેતવણી આપતા ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા હોવાનું અકિલના ગ્લોબલ વોર ડેસ્ક રિપોર્ટમાં બહાર આવ્યું છે.
રશિયાની એવિએશન સંસ્થા રોસાવિયાત્સ્યે સત્તાવાર માહિતી આપી છે કે, મોસ્કોમાં ઍરપૉર્ટોની સુરક્ષાને ધ્યાને રાખીને થોડા સમય માટે રન-વે પરની તમામ ફ્લાઇટોનું ઉડ્ડટન અટકાવી દેવાયું છે. રશિયન અધિકારીએ દાવો કર્યો છે કે, તેમની સેનાએ આકાશમાં જ યુક્રેનના 180 ડ્રોન તોડી પાડ્યા છે.
હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કીએ ટેલિગ્રામ પર મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘યુક્રેનીયન સેનાએ આ અઠવાડિયામાં બીજી વખત મૉસ્કોની સૌથી મોટા ક્રૂડ ઓઇલ પ્રોડક્શન પ્લાન્ટ પર હુમલો કર્યો છે. રશિયાએ તાજેતરમાં જ યુક્રેનના શહેરો અને વિસ્તારો પર ભીષણ હુમલા કર્યા હતા, જેના જવાબમાં આ હુમલો કરાયો છે.’
આ ઉપરાંત યુક્રેનના રાષ્ટ્રપ્રમુખે સ્પષ્ટ કહ્યું કે, ‘અમારી સેના યુક્રેનની સેનાએ માસ્ક મોસ્કોમાં જ નહીં, રોસ્તોવ વિસ્તાર અને રશિયન સેનાએ કબજે કરેલા યૂક્રેનના કેટલાક ભાગોમાં ભારે તબાહી મચાવી છે. આ હુમલા બાદ આખા રશિયામાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

(5:24 PM IST)