તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
આજના યુવાનો એટલે કે Gen Z પેઢીમાંથી સામે આવેલો અત્યંત વિસ્ફોટક, આશ્ચર્યજનક અને ડિજિટલ દુનિયાના પાયા હચમચાવી નાખતો કાનના પડદા ફાડી નાખે તેવો મહા-સનસનાટીભર્યો ભાંડો ફોડઃ આજના ફાસ્ટ અને મોર્ડન જમાનામાં દોડતા યુવાનોએ અચાનક જ નવો અતરંગ ટ્રેન્ડ અપનાવીને સ્માર્ટફોનની અલગ-અલગ એપ્સ (Apps) પાછળ પાણીની જેમ બેફામ પૈસા ખર્ચવાનું એકસામટું બંધ કરી દેતા આખા ટેક જગત અને ગુજરાતની છાતીના પાટિયા બેસી ગયા છે
ડિજિટલ સબ્સ્ક્રિપ્શન્સ અને મોંઘીદાટ એપ્સના નામે ખિસ્સા ખાલી કરતી કંપનીઓની લૂંટ સામે યુવાનોના આ અતિ-ખતરનાક, ક્રાંતિકારી અને આર્થિક બ્રેક મારવાના ખેલથી એપ ડેવલપર્સ અને સિલિકોન વેલીના અબજોપતિઓના ઉડી ગયા હોશઃ અમેરિકાથી લઈને ગુજરાતના કોલેજ કેમ્પસો સુધી મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી: ટેક્નોલોજીના યુગમાં આખી દુનિયાને મુઠ્ઠીમાં જકડી રાખનાર નવી પેઢી એટલે કે 'જન ઝી' (Gen Z) ની જીવનશૈલીમાંથી એકદમ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે! અત્યાર સુધી જે યુવાનો મનોરંજન, ગેમિંગ, ડેટિંગ એપ્સ અને વેરિયસ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન્સ પાછળ પોતાની કમાણી અથવા માંબાપના પરસેવાના પૈસા અંધાધૂંધ ઉડાડી રહ્યા હતા, તેમણે અચાનક જ આ તમામ આદતો પર સટાકથી બ્રેક મારી દીધી છે. નવી રિપોર્ટ્સ અને ટ્રેન્ડ મુજબ, હવે આજના યુવાનો એપ્સ ડાઉનલોડ કરવા કે તેના માટે માસિક ચાર્જ ચૂકવવાના બદલે ફ્રી વિકલ્પો અપનાવી રહ્યા છે અને ફિઝિકલ લાઈફ પર ધ્યાન આપી રહ્યા છે, જેના કારણે ટેક કંપનીઓની દુકાનો બંધ થવાની નોબત આવી ગઈ છે.
સરળ ભાષામાં સમજીએ તો, પોતાના બેંક ખાતામાંથી દર મહિને આપોઆપ કપાઈ જતા નાણાં અને તમામ ચાલુ મેમ્બરશિપને ચેક કરીને બિનજરૂરી સેવાઓ બંધ કરવી એટલે સબસ્ક્રિપ્શન ડિટોક્સ. આનો મુખ્ય હેતુ એ ચકાસવાનો છે કે જે સેવા માટે તમે પૈસા ચૂકવી રહ્યા છો, ખરેખર તેનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં.
અગાઉ લોકો અલગ-અલગ ફિલ્મો કે વેબ સિરીઝ માટે એકસાથે અનેક ઓટીટી પ્લેટફોર્મની મેમ્બરશિપ લઈ લેતા હતા. પરંતુ હવે લોકો એક સમયે માત્ર એક જ ઓટીટી પ્લેટફોર્મ રાખે છે અને પોતાની પસંદગીનું કન્ટેન્ટ જોયા બાદ તેને બંધ કરીને બીજું શરૂ કરે છે. જેના કારણે દર મહિને બિનજરૂરી ખર્ચ થતો અટકે છે.
આ ટ્રેન્ડ માત્ર નાણાં બચાવવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ડિજિટલ ઓવરલોડથી પણ છુટકારો અપાવે છે. ફોનમાં બિનજરૂરી એપ્સ અને નોટિફિકેશન ઓછા થવાથી ડિજિટલ લાઈફ પણ સરળ અને વ્યવસ્થિત બને છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
