તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
ટેક્નોલોજી જગતમાંથી સૌથી કાળમુખો અને ધમાકેદાર વિસ્ફોટઃ બિલ ગેટ્સની પિશાચી ચેતવણીથી ખળભળાટ:AI મચાવશે સર્વનાશ અને ૧૦૦ કરોડ લોકોના થશે મોત
માઈક્રોસોફ્ટના સંસ્થાપકની રાક્ષસી ભવિષ્યવાણીથી આખી દુનિયાની છાતીના પાટિયા બેસી ગયાઃ કંપનીઓની સેલ્ફ-રેગ્યુલેશનની વાતોનો સટાકથી બોલાઈ ગયો કૂચડો: સરકારી અંકુશ વિના માનવજાત પર ફરી વળશે કાળો નાગ

નવી દિલ્હી:ટેક્નોલોજીના મોરચેથી માનવતાને હચમચાવી દેતો, કાળજું કંપાવી દેતો અને કાનમાંથી ધુમાડા કાઢી નાખે તેવો અતિશય વિસ્ફોટક, લોહીયાળ તથા પિશાચી કિસ્સો સામે આવ્યો છે! માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક અને અબજોપતિ પરોપકારી બિલ ગેટ્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ખતરનાક ભવિષ્યને લઈને એક એવી ભયાનક ચેતવણી ઉચ્ચારી છે કે જેને સાંભળીને આખી દુનિયાના હોશ ઉડી ગયા છે અને વૈશ્વિક રાજકારણમાં ભયાનક હાહાકાર મચી ગયો છે.
ગેટ્સના જણાવ્યા મુજબ AIના વિકાસ સાથે સુરક્ષા અને મોનિટરિંગ માટે સ્પષ્ટ વ્યવસ્થા જરૂરી છે. તેમણે કહ્યું કે કાયદા અમલ કરનારી એજન્સીઓ અને રાજકીય નેતાઓએ AI માટે સુરક્ષા વ્યવસ્થા તથા દેખરેખ અંગેની ચર્ચામાં સામેલ થવું જોઈએ. તેમના મતે આવા નિયમોથી AI ઉદ્યોગ પર થોડો વધારાનો વહીવટી બોજ આવી શકે છે, પરંતુ તે ટેક્નોલોજીના વિકાસને નાટકીય રીતે ધીમો નહીં પાડે.
ગેટ્સે AIના જોખમ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે AI એટલી શક્તિશાળી બની શકે છે કે તેનો દુરુપયોગ મોટા પાયે જાનહાનિનું કારણ બની શકે. ખાસ કરીને ખરાબ ઇરાદા ધરાવતા લોકોના હાથમાં અદ્યતન AI ટૂલ્સ પહોંચે ત્યારે જોખમ વધી શકે છે. આ ચિંતા એવા સમયે સામે આવી છે જ્યારે AI ઉદ્યોગમાં ટેક્નોલોજીના વિકાસની ગતિ અને સુરક્ષા અંગે ચર્ચા તેજ બની છે. Anthropicના CEO ડેરિયો અમોડેઈએ AI મોડલ્સની ક્ષમતામાં વધારો થવાની ગતિ ધીમી કરવા અને સ્વતંત્ર સુરક્ષા મૂલ્યાંકન સહિતના પગલાંની હિમાયત કરી છે. OpenAIના CEO સેમ ઓલ્ટમેને પણ AI માટે આંતરરાષ્ટ્રીય ટેક્નિકલ ધોરણો અને સુરક્ષા માપદંડની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
બીજી તરફ, મેટાના CEO માર્ક ઝકરબર્ગે ઉદ્યોગવ્યાપી સંકલિત નિયમનના અભિગમ અંગે અલગ મત વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા મુજબ દરેક AI લેબે પોતાની જરૂરિયાત મુજબ સુરક્ષા માટે જરૂરી સમય લેવો જોઈએ અને સમસ્યાઓ જણાય ત્યારે આંતરિક રીતે તેનો ઉકેલ લાવવો જોઈએ.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
