<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

યુકે ના ગુપ્ત અને ખતરનાક ઇન્ટેલિજન્સ એલર્ટથી અમેરિકાની છાતીના પાટિયા બેસી ગયાનો સૌથી મોટો, અતિ-વિસ્ફોટક અને ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ આપતો ભયાનક વૈશ્વિક ભાંડો ફોડઃ અચાનક જ વિશ્વભરમાં હાહાકાર મચાવી દેતા અમેરિકાએ તેના તમામ વિધ્વંસક અને અતિ-આધુનિક સુપરસોનિક બોમ્બર્સને ગભરાટમાં પાછા બોલાવી લેતા આખી દુનિયામાં સન્નાટો છવાઈ ગયો

મહાસત્તાઓની આ ખાનગી શતરંજ અને ભયાનક પરમાણુ યુદ્ધના ખતરાથી પેન્ટાગોન અને વૈશ્વિક સુરક્ષા એજન્સીઓના ઉડી ગયા હોશઃ આંતરરાષ્ટ્રીય રાજકારણ અને યુદ્ધના મેદાનમાંથી મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી: સમગ્ર વિશ્વના અખબારો અને ડિજિટલ જગતમાં ધમાકો મચાવી દેતો, રૂંવાડા ઊભા કરી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો આંતરરાષ્ટ્રીય કિસ્સો સામે આવ્યો છે! બ્રિટન (UK) ની ખાનગી ગુપ્તચર એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા એક અતિ-ખાનગી અને ખતરનાક ઍલર્ટ (Secret Alert) બાદ અમેરિકાના લશ્કરી બેડામાં ભૂકંપ આવી ગયો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે અમેરિકાએ પોતાની તાકાતનું પ્રદર્શન કરતા તમામ વિધ્વંસક સુપરસોનિક બોમ્બર્સ (Supersonic Bombers) ને તાત્કાલિક ધોરણે પાછા બોલાવી લીધા છે!

એક અમેરિકન અધિકારીએ જણાવ્યું કે, 'અમે પુષ્ટિ કરીએ છીએ કે RAF ફેરફોર્ડમાં તહેનાત તમામ અમેરિકી બોમ્બર વિમાનોને પાછા તેમના હોમ બેઝ પર મોકલી દેવામાં આવ્યા છે.' જોકે, અધિકારીએ સુરક્ષા કારણોનો હવાલો આપતા ધમકીના ચોક્કસ સ્વરૂપ કે વિમાનોને અચાનક હટાવવાના મુખ્ય કારણનો ખુલાસો નથી કર્યો.

એક સૂત્રએ તેને અત્યંત ગંભીર અને એક વાસ્તવિક ઘટના ગણાવી છે. નિષ્ણાતોનું માનવું છે કે બોમ્બર્સને ક્ષેત્રના કોઈ અન્ય યુરોપિયન બેઝ પર મોકલવાને બદલે સીધા અમેરિકા બોલાવવા એ એક અસામાન્ય અને અસાધારણ પગલું છે.

RAF ફેરફોર્ડ અમેરિકી ગ્લોબલ સ્ટ્રાઈક કમાન્ડનું એક અત્યંત મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સ્થળ છે. તેનો ઉપયોગ લાંબા અંતરના હુમલા અને ઈરાન સામેના અભિયાનોમાં સામેલ અમેરિકી B-1 બોમ્બર વિમાનોની તહેનાતી માટે કરવામાં આવતો રહ્યો છે.

આ કાર્યવાહી એરબેઝની સુરક્ષામાં ગાબડું પાડવાના કથિત ઈરાની ષડયંત્રના સિલસિલામાં થયેલી ધરપકડોના તરત જ બાદ સામે આવી છે. બ્રિટિશ પોલીસે 27 સપ્ટેમ્બરે RAF ફેરફોર્ડ પાસે આતંકવાદ અને વિસ્ફોટક ગુનાઓના શંકાના આધારે 23 થી 25 વર્ષની વયના પાંચ બ્રિટિશ નાગરિકોની ધરપકડ કરી હતી. પાછળથી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા, જેની અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આકરી ટીકા કરી હતી.

(5:07 PM IST)