<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો સૌથી પિશાચી અને જીવલેણ ચમત્કારઃ હવે કોઈના પણ મેસેજ વાંચીને AI સેકન્ડોમાં લગાવી શકશે સુસાઈડ (આત્મહત્યા) ના જોખમનો અંદાજ

ટેક્નોલોજી જગતમાં રાક્ષસી ક્રાંતિ સર્જતી નવી સિસ્ટમથી મનોવિજ્ઞાન ક્ષેત્રમાં મચી ગયો ભયાનક હાહાકારઃ માનવીય લાગણીઓ અને મોતની ખીણમાં ધકેલાતા યુવાનોના રહસ્યો ઓળખતી આ ખૂંખાર ટેકનોલોજીના વિસ્ફોટક ભંડાન ફોડથી આખી દુનિયાના ઉડી ગયા હોશ

નવી દિલ્હી:ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના મોરચેથી માનવતાને હચમચાવી દેતો, કાળજું કંપાવી દેતો અને કાનમાંથી ધુમાડા કાઢી નાખે તેવો અતિશય વિસ્ફોટક, લોહીયાળ તથા પિશાચી કિસ્સો સામે આવ્યો છે! વૈજ્ઞાનિકોએ અને ટેક્નોલોજી નિષ્ણાતોએ એક એવી અત્યાધુનિક AI સિસ્ટમ વિકસાવી લીધી છે જે હવે કોઈપણ વ્યક્તિના મોબાઈલ મેસેજ, સોશિયલ મીડિયા ચેટ કે લખાણ પર નજર રાખીને તે વ્યક્તિ આત્મહત્યા (Suicide) કરવાના રસ્તે છે કે નહીં તેનો પિશાચી સ્પીડે સચોટ અંદાજ લગાવી શકશે.

વ્યક્તિ પોતાના મેસેજમાં શું લખે છે તેના આધારે તેના આત્મહત્યાના જોખમનો અંદાજ લગાવી શકે તેવી એઆઈ સિસ્ટમ એમઆઈટીની રિસર્ચ ટીમે ડેવલપ કરી છે. આ સિસ્ટમનો હેતુ માનસિક સંકટમાંથી પસાર થઈ રહેલા લોકોને વહેલી તકે ઓળખવામાં કાઉન્સેલર્સ અને માનસિક આરોગ્ય નિષ્ણાતોને મદદ કરવાનો છે.
એમઆઈટીના સંશોધકોએ ક્રાસિસ ટેક્સ્ટ લાઈન સાથે મળીને આશરે ૧૬,૦૦૦ ડિ-આઇડેન્ટિફાઇડ કાઉન્સેલિંગ ચેટ્સનું વિશ્લેષણ કર્યુંં. મેસેજને જોખમના સ્તર પ્રમાણે અલગ જૂથોમાં વહેંચીને સંશોધકોએ એ શોધવાનો પ્રયાસ કર્યો કે કયા શબ્દો, વાક્યો અને વિષયો આત્મહત્યાના વધતા જોખમ સાથે જોડાયેલા છે.
સમીક્ષા બાદ ૪૯ રિસ્ક ફેક્ટર્સ સાથે જોડાયેલા આશરે ૬૦ શબ્દો અને વાક્યો ધરાવતી વિશેષ યાદી તૈયાર કરવામાં આવી. ત્યારબાદ મશીન-લર્નિંગ મોડલને આ સંકેતોને આધારે જોખમનો અંદાજ લગાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ સિસ્ટમ કયા શબ્દો કે રિસ્ક ફેક્ટર્સને કારણે અંદાજ લગાવવામાં આવ્યો તે પણ દર્શાવી શકે છે.

(5:31 PM IST)