<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

વિશ્વની મહાસત્તા અમેરિકાની ધરતી પરથી અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: ઓરેગન એરપોર્ટ નજીક આકાશમાં જ બે હેલિકોપ્ટર વચ્ચે સણસણાટ કરતાં ભયાનક અકસ્માતમાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત: વાતાવરણમાં અરેરાટી

હવામાં જ વિસ્ફોટ થતાં સળગતા હેલિકોપ્ટરના પતરાં કાગળની જેમ નીચે ખાબક્યા:આકાશમાંથી વરસતા મોતનો ગોઝારો મંજર જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:અમેરિકાના ઓરેગન રાજ્યમાં આવેલા એરપોર્ટના આકાશમાંથી કાયદો, સુરક્ષા અને એવિએશન સિસ્ટમના ધજાગરા ઉડાડતી એક અત્યંત ચોંકાવનારી, ખૌફનાક અને આખી દુનિયાને સ્તબ્ધ કરી દે તેવી સનસનાટીભરી હવાઈ હોનારત સામે આવી છે! ઓરેગન એરપોર્ટની અત્યંત નજીક આકાશમાં ઉડાન ભરી રહેલા બે હેલિકોપ્ટરો કોઈ અગમ્ય કારણોસર સામસામે ધડાકાભેર ટકરાઈ ગયા હતા! આકાશમાં જ ખેલાયેલા આ કાળમુખા ખેલમાં બંને હેલિકોપ્ટર વચ્ચે એટલો જોરદાર વિસ્ફોટ થયો કે આખું એરપોર્ટ અને આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો હતો.
અમેરિકાના યમહિલ કાઉન્ટીના શેરીફ સેમ ઇલિયટે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અકસ્માત અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, 'એક હેલિકોપ્ટરમાં બે લોકો સવાર હતા, જેમાં ટેક્સાસના એક ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર અને યુનાઇટેડ કિંગડમ (UK)ના એક સ્ટુડન્ટ પાયલટનો સમાવેશ થાય છે. જ્યારે બીજા હેલિકોપ્ટરમાં માત્ર એક જ વ્યક્તિ સવાર હતી, જે ઓરેગનના ન્યૂબર્ગનો વતની અને પાયલટ હતો. આ ભયાનક ટક્કરમાં ત્રણેય લોકોએ જીવ ગુમાવ્યો છે.'
શેરીફ કાર્યાલય દ્વારા લોકોને ઘટનાસ્થળ અને તેની આસપાસના વિસ્તારમાં જવાનું ટાળવા તથા રાહત કામગીરી દરમિયાન ધીરજ જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે. આ ગંભીર અકસ્માતનું સાચું કારણ જાણવા માટે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ના નેતૃત્વ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) પણ સક્રિયપણે જોડાઈને તપાસ કરી રહ્યું છે.
દુર્ઘટનાગ્રસ્ત થયેલા હેલિકોપ્ટરોમાંથી એક હેલિકોપ્ટર 'જેરી ટ્રિમ્બલ હેલિકોપ્ટર્સ' કંપનીનું હતું, જે એક ફ્લાઇટ ટ્રેનિંગ સ્કૂલ અને પ્રાઇવેટ હેલિકોપ્ટર રેન્ટલ સર્વિસ ચલાવે છે. કંપનીએ અધિકૃત નિવેદન બહાર પાડીને આ દુઃખદ ઘટનામાં પોતાનું એક વિમાન સામેલ હોવાની પુષ્ટિ કરી છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

 

(5:16 PM IST)