તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
પાકિસ્તાનમાં ઝેરી હવા અને પ્રદૂષણનો સૌથી ભયાનક અને સનસનાટીભર્યો ધડાકો: શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું:લાહોરમાં AQI ૫૩૮ પર પહોંચતા વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું:પંજાબ પ્રાંત સહિતના શહેરોમાં ભારે હાહાકાર
'કહના નૌ' વિસ્તારમાં તો પ્રદૂષણનો આંકડો અધધ ૬૦૬ પર પહોંચતા લાખો લોકોના છાતીના પાટિયા બેસી ગયા:WHOની મર્યાદા કરતાં ૧૪ ગણી વધુ ઝેરી હવા ફૂંકાતા આયુષ્ય ૭ વર્ષ ઘટવાની દહેશત:સમગ્ર પાકિસ્તાનમાં ભારે ગભરાટ

નવી દિલ્હી:પાકિસ્તાનમાં વાયુ પ્રદૂષણે તમામ હદો વટાવી દીધી છે અને પરિસ્થિતિ એટલી હદે ગંભીર બની ગઈ છે કે હવે નાગરિકો માટે ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું છે. પાકિસ્તાનનું લાહોર શહેર ફરી એકવાર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે, જ્યાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) અત્યંત જોખમી સપાટી વટાવીને ૫૩૮ પર પહોંચી જતા સમગ્ર દેશમાં ભારે હડકંપ, ગભરાટ અને ચકચાર મચી ગઈ છે.
સવારે 9 થી 10 વાગ્યા વચ્ચે સૌથી ખરાબ સ્થિતિ: સ્વિસ એર ક્વોલિટી મોનિટરિંગ પ્લેટફોર્મ 'IQAir' મુજબ, રવિવારે સવારે 9:00 થી 10:00 વાગ્યા દરમિયાન લાહોરનો AQI 538 નોંધાયો હતો, જે વૈશ્વિક યાદીમાં પ્રથમ ક્રમે છે. આ યાદીમાં કરાચી 180 AQI અને કૈરો 162 AQI સાથે ઘણા પાછળ રહ્યા હતા.
કહના નૌ માં AQI 606: પાકિસ્તાનના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં 8 શહેરો પંજાબ પ્રાંતના છે. લાહોર જિલ્લાના 'કહના નૌ' (Kahna Nau) માં દેશનું સૌથી ખરાબ 606 AQI નોંધાયું છે. ત્યારબાદ લાહોર (538), બહાવલપુર (536), સરગોધા (392) અને ગુજરાંવાલા (347) નો નંબર આવે છે. આ ઉપરાંત મુલતાન, ડેરા ગાઝી ખાન, સ્કાર્દુ, ફૈસલાબાદ અને પેશાવર પણ ટોપ-10 પ્રદૂષિત શહેરોમાં સામેલ છે.
વાહનો અને ઈંટના ભઠ્ઠા સામે કાર્યવાહી: પ્રદૂષણ રોકવાના અભિયાનોની નિષ્ફળતા વચ્ચે લાહોર ટ્રાફિક પોલીસે ધુમાડો ઓકતા 14,653 વાહનો, ખુલ્લી રેતી-માટી લઈ જતા 10,306 વાહનો અને ઓવરલોડ 2,72,760 વાહનો સામે દંડનીય કાર્યવાહી કરી છે. બીજી તરફ, પર્યાવરણ વિભાગે 1 જાન્યુઆરીથી 18 નવેમ્બર સુધીમાં 84,370 ઈંટના ભઠ્ઠાઓની તપાસ કરીને 1,429 ભઠ્ઠા તોડી પાડ્યા, 968 સીલ કર્યા અને 1,248 FIR નોંધીને 10.145 કરોડ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
WHO ની મર્યાદા કરતા 14 ગણું વધુ પ્રદૂષણ: વૈશ્વિક આંકડા મુજબ વાયુ પ્રદૂષણથી વિશ્વમાં દર વર્ષે આશરે 81 લાખ લોકોના મોત થાય છે. 'વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ' અનુસાર પાકિસ્તાનમાં PM2.5 નું સરેરાશ સ્તર 67.3 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર સુધી પહોંચી ગયું છે, જે WHO ની 5 માઈક્રોગ્રામની વાર્ષિક મર્યાદા કરતા આશરે 14 ગણું વધારે છે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
