<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

ટેક જગતમાં સૌથી અનોખી નોકરી: પગાર જાણીને આંખો પહોળી થઈ જશે: OpenAI ની અધધ.. રૂ. ૩.૭ કરોડના પેકેજ સાથે બમ્પર જાહેરાત:કામ છે 'AI ને રાક્ષસ બનતો રોકવાનું'

માનવજાતના રક્ષણ માટે સુપર એન્જિનિયરોની શોધ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કાબૂ બહાર ન જાય તે માટે OpenAI એ બનાવ્યું સ્પેશિયલ 'સુપરલાઈનમેન્ટ' નેટવર્ક:દૂનિયાભરના ટેક ક્રિકેટરોમાં ભારે આકર્ષણ

નવી દિલ્હી: વિશ્વભરમાં ChatGPT ની સફળતા બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ગોડફાધર ગણાતી કંપની OpenAI એ ભવિષ્યના સંભવિત જોખમોને ડામવા માટે એક અત્યંત ચોંકાવનારું પગલું ભર્યું છે. વૈજ્ઞાનિકો અને બુદ્ધિજીવીઓ અવારનવાર ચેતવણી આપતા હોય છે કે જો AI મનુષ્ય કરતાં પણ વધુ સ્માર્ટ અને શક્તિશાળી બની જશે, તો તે માનવ સભ્યતાને જ ખતમ કરી શકે છે. આ જ ડરને દૂર કરવા માટે OpenAI કંપનીએ સત્તાવાર રીતે 'એઆઈ સેફ્ટી એન્ડ અલાઈનમેન્ટ રિસર્ચર' (AI Safety Researcher) ની પોસ્ટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે.
આ નોકરી કંપનીની પ્રીપેર્ડનેસ ટીમ માટે છે. આ ટીમનું મુખ્ય કામ એ છે કે, ભવિષ્યમાં એઆઈ ટેકનોલોજી વધુ શક્તિશાળી બની જાય તો માનવજાત માટે શું જોખમ ઊભાં થશે તેનું મૂલ્યાંકન કરવું. નોકરીની જાહેરાતમાં રિકર્સિવ 'સેલ્ફ ઈમ્પ્રૂવમેન્ટ' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો અર્થ થાય કે ભવિષ્યમાં એઆઈ સિસ્ટમો એટલી તાકતવર થઈ શકે છે જે માણસોની સહાયતા વગર જ નવા મોડલ્સ બનાવશે, ટ્રેનિંગ સુધારશે, પોતાની ક્ષમતાઓ વધારશે. આ સંભાવનાઓને દુનિયાના ઘણા એઆઈ એક્સપર્ટ્સ 'સુપરઈન્ટેલિજન્સ રિસ્ક' ગણાવી રહ્યા છે. 
આ નોકરીમાં સંશોધકોએ ભવિષ્યમાં ઊભા થઈ શકે તેવા એઆઈ જોખમોનો અભ્યાસ કરવો પડશે. એડવાન્સ એઆઈ મોડલ્સ પર સેફ્ટી એક્સપિરિમેન્ટ્સ ચલાવવા પડશે. એઆઈનું અણધાર્યું વર્તન શોધવા માટે મોનિટરિંગ સિસ્ટમ્સ બનાવવાની રહેશે. આ સિવાય ડેટા પોઈઝનિંગ જેવા સાયબર એટેક સામે મોડલ્સને સુરક્ષિત બનાવવાના રહેશે. એઆઈ સિસ્ટમ્સ કેવી રીતે વિચારે છે અને નિર્ણય લે છે તે સમજવા ટૂલ્સ ડેવલપ કરવાના રહેશે.
નોકરીની જાહેરાતમાં એક રસપ્રદ લાઇન પણ હતી. ઓપનએઆઈએ લખ્યું કે આ ભૂમિકા માટે માત્ર ટેકનિકલ રીતે મજબૂત લોકો પૂરતા નથી, પરંતુ એવા લોકો જોઈએ જેઓ 'ટેસ્ટફૂલ અને સ્ટ્રેજક' હોય એટલે કે લાંબા ગાળાના પરિણામો સમજવાની ક્ષમતા ધરાવતા હોય તેમની જરૂરત છે. 

 

(5:58 PM IST)