<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

ફિલિપાઈન્સમાં કુદરતનો પ્રલય: મેયોન જ્વાળામુખી ફાટતા આકાશમાં રાખના ગોટા: હજ્જારો લોકોનું યુદ્ધના ધોરણે સ્થળાંતર

ધગધગતા લાવાએ મચાવી તબાહી: પૃથ્વીના પેટાળમાંથી નીકળતી અગનજ્વાળાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું:મેયોન વૉલ્કેનો ભભૂકી ઉઠતા આસપાસના ગામડાઓ ખાલી કરાવાયા: રાખના વરસાદથી સૂર્ય પણ ઢંકાયો:તંત્ર દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર: શું આ મોટી કુદરતી હોનારતની ચેતવણી છે? ફિલિપાઈન્સમાં ભય અને ફફડાટનો માહોલ

નવી દિલ્હી: ફિલિપાઈન્સનો સૌથી સક્રિય જ્વાળામુખી ‘મેયોન’ (Mayon Volcano) ફરી એકવાર ભભૂકી ઉઠતા સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જ્વાળામુખીના મુખમાંથી નીકળતો ધગધગતો લાવા અને આકાશમાં હજ્જારો ફૂટ ઊંચે ઉડતા રાખના ગોટાને કારણે સ્થાનિક પ્રશાસને તત્કાળ પગલાં લેવાની ફરજ પડી છે. જ્વાળામુખીની તળેટીમાં અને તેની આસપાસ રહેતા હજ્જારો લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ફીલીપાઈન્સના ડીપાર્ટમેન્ટ ઓફ સોશ્યલ વેલ્ફેર એન્ડ ડેવલપમેન્ટે જણાવ્યું હતું કે આશરે ૧,૫૦૦ કુટુમ્બોને ઇવેક્યુએશન સેન્ટર્સમાં આશ્રય આપવામાં આવ્યો છે. આ વિભાગે વધુમાં જણાવ્યું હતું કે વાસ્તવમાં શનિવારથી જ તે જ્વાળામુખીમાં હલચલ જોવા મળી હતી. અને રાખના ગોટા ઉડયા હતા. માલ્બે પ્રાંતમાં ચારે તરફ રાખ ફેલાઈ ગઇ હતી. પરિણામે ટ્રાફિકજામ થઇ ગયો હતો. વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

તે સર્વવિદિત છે કે પેસિફિક મહાસાગર ફરતી રીંગ ઓફ ફાયર જે ચીલીના દક્ષિણ તળાભાગથી શરૂ થઇ દક્ષિણ અમેરિકાના સમગ્ર સાગર તટ ઉપરથી આગળ વધી સેલિકો કેલિફોર્નિયા, કેનેડા, આલાસ્કા, પૂર્વ રશિયા, જાપાન-ફીલીપાઈન્સથી પૂર્વમાં ઇન્ડોનેશિયા સુધી ફંટાઈ પૂર્વ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સુધી જાય છે. તેમાં ફીલીપાઈન્સ પૂર્વ પેસિફિક મહાસાગરમાં રીંગ ઓફ ફાયર કહેવાતી જ્વાળામુખીઓ વાળી રીંગમાં વચ્ચોવચ્ચ આવેલું છે. ત્યાં જાપાનની જેમ જ વારંવાર જ્વાળામુખી વિસ્ફોટ કે ધરતીકંપો થાય છે. આ મેયોન જ્વાળામુખી ફાટતાં હજી સુધી જાનમાલની હાનીના સમાચારો મળ્યા નથી.

(5:03 PM IST)