News of Wednesday, 15th July 2026
કુદરત મહેરબાન: ભારતના પરમ મિત્ર રશિયાના હાથે લાગ્યો સોનાનો અખૂટ ખજાનો: પ્રશાંત મહાસાગરના પેટાળમાંથી કિંમતી ધાતુઓ મળી
700 મીટરની ઊંડાઈએથી થઈ અત્યંત દુર્લભ શોધ: અબજો ડોલરની કિંમતી ધાતુઓથી રશિયાનું આર્થિક વર્ચસ્વ આસમાને પહોંચશે:પશ્ચિમી દેશો આશ્ચર્યચકિત

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયાને એક અણધારી અને ભવ્ય સફળતા મળી છે. રશિયન વૈજ્ઞાનિકો અને દરિયાઈ સંશોધકોની ટીમે દરિયાની સપાટીથી અંદાજે 700 મીટર નીચેથી સોના તેમજ અન્ય કિંમતી સંસાધનોથી ભરપૂર વિશાળ ક્ષેત્ર શોધી કાઢ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ વિસ્તારમાં સોનાની સાથે સાથે અત્યંત મોંઘી એવી પ્લેટિનમ, તાંબુ અને કોબાલ્ટ જેવી દુર્લભ ધાતુઓનો પણ અખૂટ ભંડાર હોવાની પુષ્ટિ થઈ છે.
જાપાનની પ્રતિષ્ઠિત શિઝુઓકા યુનિવર્સિટી, વાસેડા યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ટોક્યોના સંશોધકોની એક સંયુક્ત ટીમે આ અદભુત સંશોધન કર્યું છે. આ સંશોધન અહેવાલ વિજ્ઞાન જગતના જાણીતા જર્નલ 'સાયન્ટિફિક રિપોર્ટ્સ'માં પ્રકાશિત થયો છે.
જાપાનની રાજધાની ટોક્યોથી આશરે 360 કિલોમીટર દક્ષિણમાં પ્રશાંત મહાસાગરમાં જાપાનના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનની અંદર ‘હિગાશી-આઓગાશિમા કેલ્ડેરા’ આવેલો છે. આ એક અંડરવોટર જ્વાળામુખી ક્રેટર વિસ્તાર છે, જે સમુદ્રની સપાટીથી લગભગ 700 મીટરની ઊંડાઈએ સ્થિત છે. વૈજ્ઞાનિકોએ આ ઊંડા સમુદ્રના તળિયે સંશોધન કરવા માટે હાઈટેક રોબોટિક સબમરીન (પનડુબ્બી)નો ઉપયોગ કરીને ખડકોના સેમ્પલ એકત્ર કર્યા હતા. આ શોધે વૈશ્વિક સ્તરે જીઓલોજિસ્ટ્સને ભારે આશ્ચર્યમાં મૂકી દીધા છે.
જે ખનીજમાંથી આ સોનું મળ્યું છે તેનું વૈજ્ઞાનિક નામ ‘પાઇરાઇટ’ છે, જે એક પ્રકારનું આયર્ન સલ્ફાઇડ અયસ્ક છે. આ ખનીજનો રંગ પીળો અને તેની ચમક ધાતુ જેવી હોવાથી સામાન્ય અનુભવ વગરના લોકો તેને પહેલી નજરે અસલી સોનું સમજી બેસે છે, એટલા માટે જ તેને ‘ફૂલ્સ ગોલ્ડ’ કહેવાય છે.
સમુદ્રના તળિયે આ સોનું કોઈ સામાન્ય ખદાનોની જેમ દ્રશ્યમાન દાણા કે ટુકડાના સ્વરૂપમાં નથી, પરંતુ તે સીફ્લોર પાઇરાઇટના સ્ફટિક લૅટિસની અંદર એક ‘સોલિડ સોલ્યુશન’ના સ્વરૂપમાં મોજૂદ છે. વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં આ પથ્થરોમાં અત્યંત ઝીણા છિદ્રો કરીને સેકન્ડરી-આયન માસ સ્પેક્ટ્રોમેટ્રી (SIMS) ટેકનોલોજી દ્વારા તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, આ પાઇરાઇટના કણોમાં 1.9% (વજનના ટકાવારીના આધારે) જેટલી ઊંચી સાંદ્રતામાં અસલી સોનું છુપાયેલું છે, જે વૈજ્ઞાનિકો માટે એક મોટો સરપ્રાઈઝ સાબિત થયો છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
