તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
ચીનમાં કુદરતનો કાળમુખો કોપ અને મહાવિનાશઃ ભૂસ્ખલન અને જળબંબાકારની તબાહીમાં ચીની સરકારે સટાકથી જાહેર કર્યો મોતનો કાળજું કંપાવનારો આંકડો
ડ્રેગનના દેશમાં રાક્ષસી પૂર અને પહાડો ધસી પડતાં પ્રચંડ તબાહી:અત્યાર સુધી ૩૧ કાળમુખા મૃતદેહો મળી આવ્યા, જ્યારે ૫૩૧ કમનસીબ લોકો હજુ પણ લાપતાઃ કાટમાળ નીચે હજારો લોકો દટાયા હોવાની આશંકા વચ્ચે સમગ્ર ચીનમાં ભયાનક સનસનાટી, ચિચિયારીઓ અને શોકનો સન્નાટો

નવી દિલ્હી: પોતાના દેશની આફતો અને મોતનો આંકડો વિશ્વથી છુપાવવા માટે જાણીતા ડ્રેગન એટલે કે ચીનમાંથી આ વખતે કુદરતના અતિ-વિનાશક અને કાળજું કંપાવી દેતા તાંડવનો સણસણતો ધડાકો સામે આવ્યો છે! ચીનમાં આવેલા વિનાશક પૂર અને ભયાનક ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) ની કાળમુખી તબાહી બાદ ચીની સરકારે પહેલીવાર સત્તાવાર રીતે મોતનો આંકડો જાહેર કરવાની ફરજ પડી છે. પહાડો ધસી પડતાં અને પૂરના રોદ્ર પ્રવાહમાં ૩૧ લોકોના કાળમુખા મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે ૫૩૧ જેટલા નાગરિકો હજુ પણ રફુચક્કર અને કમનસીબ રીતે ગુમ હોવાનો ચોંકાવનારો ધડાકો થયો છે!
નેપાળ સરહદ નજીક થયેલા ભયાનક ભૂસ્ખલન અને પૂરની દુર્ઘટના અંગે પ્રથમ વખત સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. ચીનના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગિરોંગ વિસ્તારમાં આવેલી ઇમિગ્રેશન અને કસ્ટમ્સ ઓફિસની ઇમારતમાંથી અત્યાર સુધીમાં 31 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 531 લોકો હજુ પણ ગુમ છે. આ માહિતી શુક્રવાર સાંજ સુધીની સ્થિતિના આધારે આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 26 ઓગસ્ટે ભૂસ્ખલન બાદ નદીમાં આવેલા ભીષણ પૂરના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ચીનની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ, આ સમગ્ર ઘટના નેપાળ-ચીન સરહદ પર આવેલા ગિરોંગ ક્ષેત્રની છે. પહાડ ધસી પડ્યા બાદ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને પૂરના પાણી સરહદ પર બનેલી ઇમિગ્રેશન અને કસ્ટમ્સ ઓફિસની ઇમારતમાં ઘૂસી ગયા હતા. આ જ ઇમારતમાં હાજર 531 લોકોનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. બચાવ ટુકડીઓ સતત કાટમાળ અને આસપાસના વિસ્તારમાં શોધખોળ ચલાવી રહી છે. અત્યાર સુધીમાં ઘટનાસ્થળેથી ગુમ થયેલા લોકોનો 987 વ્યક્તિગત સામાન પણ મળી આવ્યો છે, જેના આધારે તેમની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરીમાં સૌથી મોટો અવરોધ જી-216 હાઇવેને કારણે આવી રહ્યો છે. ગિરોંગ પોર્ટ તરફ જતો આ હાઇવે પૂરના કારણે વચ્ચેથી તૂટી ગયો છે, જેથી બચાવ દળને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. ચીની અધિકારીઓએ રસ્તાનું નિરીક્ષણ કરતી વખતે એવી 58 જગ્યાઓ શોધી કાઢી છે જ્યાં હજુ પણ ભૂસ્ખલન થવાનું જોખમ રહેલું છે. આ ઉપરાંત પૂરને કારણે અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે અને વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, જેથી કામગીરી વધુ પડકારજનક બની છે.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
