News of Saturday, 21st November 2026
વૈશ્વિક રાજકારણમાં નવા વિવાદ અને આક્ષેપોનો અહેવાલ: અહેવાલો અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ પર ખાનગી કંપનીઓને સરકારી કોન્ટ્રાક્ટ આપવા અને તેમાં પરોક્ષ રીતે રોકાણ કરવાના આરોપો મૂકવામાં આવ્યા છે
વિવિધ અહેવાલો અને વિવેચકો દ્વારા હિતોના ટકરાવ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, જ્યારે સમર્થકો અને સંબંધિત પક્ષો દ્વારા આ દાવાઓને રાજકીય પ્રેરિત ગણાવી નકારી કાઢવામાં આવ્યા છે.

નવી દિલ્હી:અમેરિકાના ભૂતપૂર્વ/વર્તમાન રાજકીય નેતૃત્વ અને વહીવટી નિર્ણયોને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. વિવિધ મીડિયા અહેવાલો અને રાજકીય વિવેચકો દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટ દરમિયાન અમુક ખાનગી કંપનીઓને સરકારી કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે કંપનીઓમાં પરોક્ષ રીતે અથવા પાછલા બારણે નાણાકીય રોકાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સ્થાનિક પ્રસારમાધ્યમના અહેવાલના પગલે અમેરિકનો વિચારવા લાગ્યા છે કે અમે અમેરિકાના પ્રમુખ તરીકે કોઈ સટોડિયાને ચૂંટયો છે, જે અમેરિકાના હિતની ચિંતા ઓછી કરે છે અને સટ્ટા પર નજર હંમેશા રહે છે. ટ્રમ્પ માટે દાવ લગાડવા માટે એઆઈ કંપનીઓ ફેવરિટ છે. તેણે એનવિડિયામાં ૧,૫૨,૦૦૦ ડોલરથી લઈને ૩,૮૦,૦૦૦ ડોલરનું રોકાણ કરતા ચાર સોદા પાડયા હતા. તેમાના બે વ્યવહાર બીજી સપ્ટેમ્બરે કરવામાં આવ્યા હતા, જેનું સંયુક્ત મૂલ્ય ૩.૫૦ લાખ ડોલર હતું. તેના એકાઉન્ટ મુજબ ૨૪મી સપ્ટેમ્બરે એનવિડિયાના શેરનું ૧,૦૦૧ ડોલરથી લઈને ૧૫,૦૦૦ ડોલરના શેરનું વેચાણ કરવામાં આવ્યુ હતુ. આ જ દિવસે જિનપિંગ સાથેના સ્ટેટ ડિનરમાં એનવિડિયાના સીઇઓ જેન્સેન હુઆંગ હાજર હતા. ટ્રમ્પે સત્તા પર ફરીથી પરત આવ્યા પછી એનવિડિયાના શેરમાં કુલ ૧૦૮ વખત સોદા પાડયા છે, જેનું મૂલ્ય ૨.૭૨ કરોડ ડોલરથી ૯.૭૯ કરોડ ડોલર છે. આ ઉપરાંત પેલેન્ટિરે ૪.૨ કરોડ ડોલરના બે ફેડરલ કોન્ટ્રાક્ટ મેળવ્યા તેના પહેલા ટ્રમ્પે તેમા રોકાણ કર્યુ હતુ. જ્યારે સ્પેસએક્સે નાસા પાસેથી ૯૪.૬ કરોડ ડોલરનો કોન્ટ્રાક્ટ મેળવ્યો તેના પૂર્વે ટ્રમ્પે તેમા રોકાણ કર્યુ હતું. પેલેન્ટિરની ટેકનોલોજીનો ઉપયોગ યુએસ મિલિટરી, ઇન્ટેલિજન્સ અને સિવિલિયન એજન્સીઓ કરે છે. ટ્રમ્પે બીજી ઓક્ટોબરના રોજ ૧૫,૦૦૧ ડોલરથી લઈને ૫૦,૦૦૦ ડોલરના પેલેન્ટિરના શેરની ખરીદી કરી હતી. તેના પછી ૯મી સપ્ટેમ્બરના રોજ ફરીથી ૧,૦૦૧ ડોલરથી લઈને ૧૫,૦૦૦ ડોલરના પેલેન્ટિરના શેરની ખરીદી કરી હતી. તેના અઠવાડિયા પછી યુએસ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ વિભાગે પેલેન્ટિરને એઆઈ પાવર્ડ ફ્રોડ ડિટેકશન માટેનો એક કરોડ ડોલરથી વધુ રકમનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આટલું ઓછું હોય તેમ ૨૯મી સપ્ટેમ્બરે યુએસ હોમલેન્ડે પેલેન્ટિરને ૩.૨૧ કરોડ ડોલરનો સોફ્ટવેર કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
