<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

એઆઈ વર્લ્ડમાં નવો ધમાકો: ઓપનએઆઈનું ચેટજીપીટી ૫.૬ માર્કેટમાં આવ્યું: લોજિકલ કોડિંગ, મેથ્સ અને ક્રિએટિવ રાઇટિંગ માટે ત્રણ અલગ સેના કામ કરશે

ગેરમાર્ગે દોરતા જવાબો (Hallucinations) માં ૮૫% નો ઘટાડો: હ્યુમન-લાઈક રીઝનિંગ સ્પીડ વધી: વૈશ્વિક ટેક માર્કેટમાં ગૂગલ અને એન્થ્રોપિક સામે મોટો પડકાર

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસમાં ઓપનએઆઈએ ચેટજીપીટી ૫.૬ વર્ઝન લોન્ચ કરીને ફરી એકવાર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ટેક વિશ્લેષકોના મતે, આ વર્ઝન અગાઉના તમામ વર્ઝન કરતાં ગુણાત્મક રીતે ઘણું આગળ છે. આ નવું વર્ઝન એક સિંગલ એઆઈ મોડલ તરીકે કામ નથી કરતું, પરંતુ તેની બેકએન્ડ ડિઝાઇનમાં ત્રણ શક્તિશાળી મોડલ્સનું આખું નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે, જે યુઝરના જટિલ કમાન્ડ કે કોડિંગને સમજીને પળવારમાં સાચો જવાબ પ્રોસેસ કરે છે.

ઓપનએઆઈનું કહેવું છે કે, આ નવા મોડલ્સ પહેલા કરતા સારી રીતે વિચારી શકે છે. તે વધુ સચોટ જવાબ આપે છે.આ સાથે જ કોડિંગ, રિસર્ચ, ડેટા એનાલિસિસ તેમજ એઆઈ એજન્ટ્સના કામોમાં વધુ અસરકારક છે. જીપીટી 5.6 ર્જન તેનું સૌથી પાવરફૂલ મોડલ છે. તે મુશ્કેલ કોડિંગ, સાયન્ટિફિક રિસર્ચ, કાઉન્ટિંગ અને લાંબા સમય સુધી વિચારવાની જરૂર હોય તેવા પ્રશ્નો માટે તૈયાર કરવામાં આવ્યું છે.

જ્યારે, જીપીટી 5.6 ટેરાને રોજિંદા ઓફિસના કામ, બિઝનેસ અને ડેવલપર્સ માટે બનાવવામાં આવ્યું છે. તેની ખાસિયત છે કે, તે સારી કામગીરી અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવે છે. જીપીટી 5.6 લુના સૌથી ઓછા ખર્ચે કામ કરતું મોડલ છે. એઆઈ ઉપયોગ કરતી કંપનીઓ માટે તે વધુ અસરકારક છે. જીપીટી 5.6માં હવે, મેક્સ રિઝનિંગ મોડ આપવામાં આવ્યો છે. જેમાં, એઆઈ મુશ્કેલ પ્રશ્નોનો જવાબ આપતા પહેલા વધુ સમય લઈને વિચારશે.

જ્યારે, અલ્ટ્રા મોડમાં એઆઈ એકસાથે અનેક કામ સંભાળી શકશે. તે લાંબા પ્રોજેક્ટમાં ઉપયોગી સાબિત થશે. તેમણે ચેટજીપીટી વર્ક નામનું નવું ફીચર રજૂ કર્યું છે. જેની મદદથી ચેટજીપીટી જીમેલ, ગૂગલ ડ્રાઈવ, સ્લેક જેવી ઓફિસ એપ્સ સાથે જોડાઈને ડોક્યુમેન્ટ તૈયાર કરવા, પ્રેઝન્ટેશન બનાવવા, ડેટા એકત્ર કરવા સહિતના કામો કરી શકશે.

(5:11 PM IST)