તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
વિશ્વ પર નવો ખતરો: ક્રૂઝ શિપ પર ‘હેન્ટાવાઇરસ’નો કહેર:WHO એલર્ટ મોડમાં
સમુદ્રમાં ‘મોત’ની સવારી: પેસેન્જરોને ટ્રેસ કરવા દેશો વચ્ચે દોડધામ:WHOની કડક ચેતવણી:શું ફરી એકવાર લોકડાઉન જેવી સ્થિતિ સર્જાશે? ઉંદરોથી ફેલાતા આ જીવલેણ વાયરસથી દુનિયાભરમાં ફફડાટ:સંકટના વાદળો ઘેરાયા

નવી દિલ્હી: કોરોનાની મહામારીમાંથી માંડ બહાર આવેલી દુનિયા પર હવે ‘હેન્ટાવાઇરસ’નો નવો ખતરો મંડરાઈ રહ્યો છે. એક લક્ઝરી ક્રૂઝ શિપ પર આ વાયરસના કેસ મળી આવતા હલચલ મચી ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ બાબતે અત્યંત ગંભીરતા દાખવીને તમામ દેશોને સાવધ રહેવા સૂચના આપી છે. આ આઉટબ્રેકની શરૂઆત ત્યારે થઈ જ્યારે 24 એપ્રિલના રોજ સેન્ટ હેલેના ટાપુ પર જહાજ રોકાયું હતું. ત્યાં સુધીમાં એક મોત થઈ ચૂક્યું હતું, પરંતુ તેને કુદરતી ગણવામાં આવ્યું હતું. આ સ્ટોપ દરમિયાન અમેરિકા અને બ્રિટન સહિતના 29 મુસાફરો ઉતરી ગયા હતા. ત્યારબાદ 4 મેના રોજ પ્રથમ કેસની પુષ્ટિ થઈ હતી. અત્યાર સુધીમાં આ વાઇરસને કારણે 3 લોકોના મોત થયા છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન(WHO)ના ડૉ. મારિયા વાન કેરખોવે સ્પષ્ટતા કરી છે કે આ કોઈ કોવિડ જેવી વૈશ્વિક મહામારીની શરૂઆત નથી. જોકે, સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસે જણાવ્યું કે આ વાઇરસનો ઇન્ક્યુબેશન પિરિયડ 6 અઠવાડિયા સુધીનો હોઈ શકે છે, તેથી નવા કેસો આવવાની શક્યતા નકારી શકાય નહીં.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
