<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

હવે તમારા ખિસ્‍સામાં સિનેમાઘર પ્રોજેક્‍ટર સાથેનો ફલેગશિપ સ્‍માર્ટફોન લોન્‍ચ

ચાઇનીઝ મજબૂત સ્‍માર્ટફોન બ્રાન્‍ડ ૮૮૪૯ એ વૈશ્વિક બજારમાં તેનો નવો ફલેગશિપ સ્‍માર્ટફોન, Tank 5 લોન્‍ચ કર્યો : સૌથી મોટી ખાસિયત તેનો બિલ્‍ટ-ઇન 2K DLP લેસર પ્રોજેક્‍ટર છે. આનો અર્થ એ છે કે ફોનમાં એક પ્રોજેક્‍ટર બિલ્‍ટ-ઇન છે. જેમાં 17,600 mAh બેટરી જેવી શક્‍તિશાળી સુવિધાઓ છે

બીજીંગ,તા.૨૫: પ્રોજેક્‍ટર સાથેનો ફોન? આ કોઈ સ્‍વપ્ન નથી, પરંતુ વાસ્‍તવિકતા છે. ૮૮૪૯ એ બિલ્‍ટ-ઇન 2K DLP પ્રોજેક્‍ટર સાથેનો Tank 5 ફલેગશિપ સ્‍માર્ટફોન લોન્‍ચ કર્યો છે. આ સ્‍માર્ટફોન વપરાશકર્તાઓને મજબૂત ડિઝાઇન, મીડિયાટેક ડાયમેન્‍સિટી 9400e પ્રોસેસર, 3K AMOLED ડિસ્‍પ્‍લે અને મોટી 17,600 mAh બેટરી પ્રદાન કરે છે. ફોનની ખાસિયત તેનો બિલ્‍ટ-ઇન પ્રોજેક્‍ટર છે. જો કે, તે હજુ સુધી ભારતમાં લોન્‍ચ કરવામાં આવ્‍યો નથી. ૮૮૪૯ એક ચીની સ્‍માર્ટફોન બ્રાન્‍ડ છે જે તેના મજબૂત અને સાહસ-કેન્‍દ્રિત સ્‍માર્ટફોન માટે જાણીતી છે.

ચીની રગ્‍ડ સ્‍માર્ટફોન ઉત્‍પાદક ૮૮૪૯ એ વૈશ્વિક બજારમાં તેનો નવો રગ્‍ડ ફલેગશિપ સ્‍માર્ટફોન, ટેન્‍ક ૫ લોન્‍ચ કર્યો છે.

ટેન્‍ક ૫ સ્‍માર્ટફોનની ખાસિયત એનો બિલ્‍ટ-ઇન 2K DLP પ્રોજેક્‍ટર છે.

તેમાં લેસર-આધારિત ઓટોફોકસ અને ઓટોમેટિક કીસ્‍ટોન કરેક્‍શન છે.

તે ૨૨૦ લ્‍યુમેન્‍સ બ્રાઇટનેસ અને ૨૦૪૮ x ૧૦૮૦ પિક્‍સેલનું રિઝોલ્‍યુશન આપે છે.

લેસર પ્રોજેક્‍ટર હોવા ઉપરાંત, ટેન્‍ક ૫ એક સચોટ લેસર રેન્‍જફાઇન્‍ડર તરીકે પણ કાર્ય કરી શકે છે, કારણ કે તેમાં ૪-મીટર લેસર રેન્‍જિંગ મોડ્‍યુલ છે.

ટેન્‍ક ૫ માં ૩૨૦૦ x ૧૪૪૦ પિક્‍સેલ રિઝોલ્‍યુશન, 120 Hz રિફ્રેશ રેટ અને 3,000 nits ની પીક બ્રાઇટનેસ સાથે ૬.૭૩-ઇંચ AMOLED પંચ-હોલ ડિસ્‍પ્‍લે છે.

ફોટોગ્રાફી માટે, તેમાં 50MP મુખ્‍ય કેમેરા, 50MP નાઇટ વિઝન કેમેરા અને 50MP ટેલિફોટો લેન્‍સ છે. સેલ્‍ફી અને વિડીયો કોલ માટે 32MP ફ્રન્‍ટ કેમેરા ઉપલબ્‍ધ છે.

ફોનમાં 3.5mm હેડફોન જેક, સાઇડ-માઉન્‍ટેડ ફિગરપ્રિન્‍ટ સેન્‍સર, બે પ્રોગ્રામેબલ કી, RGB વોર્નિગ લાઇટ સાથે ૧૨૦૦-લ્‍યુમેન કેમ્‍પિંગ લાઇટ, IP68 અને IP69K વોટર રેઝિસ્‍ટન્‍સ રેટિગ, WiFi 7, NFC, બ્‍લૂટૂથ ૫.૪ અને eSIM સપોર્ટ છે.

તે 120W વાયર્ડ ચાર્જિગ અને ૨૫ષ્‍ રિવર્સ વાયર્ડ ચાર્જિગને સપોર્ટ કરે છે. કદ પ્રમાણે, તે 33.8 mm જાડાઈ ધરાવે છે અને તેનું વજન લગભગ ૭૧૫ ગ્રામ છે.

આ વખતે, ૮૮૪૯ એ તેના નવીનતમ પેઢીના મજબૂત સ્‍માર્ટફોનને ફલેગશિપ ચિપસેટથી સજ્જ કર્યો છે.

ટેન્‍ક ૫ માં મીડિયાટેક ડાયમેન્‍સિટી 9400e પ્રોસેસર છે, જે 18GB રેમ અને 512GB ઇન્‍ટરનલ સ્‍ટોરેજ સાથે જોડાયેલ છે.

આ સ્‍ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2TB સુધી વધારી શકાય છે. ફોન એન્‍ડ્રોઇડ ૧૬ પર ચાલે છે, અને કંપની પાંચ વર્ષ માટે સુરક્ષા અપડેટ્‍સનું વચન આપે છે. જોકે, મુખ્‍ય OS અપડેટ્‍સ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

કિમતની વાત કરીએ તો, ૮૮૪૯ ટેન્‍ક ૫ એક જ વેરિઅન્‍ટમાં આવે છે, જેની કિમત વૈશ્વિક સ્‍તરે $૮૯૯.૯૯ (આશરે રૂ. ૮૫,૩૦૬) છે. તે સિગલ બ્‍લેક કલર વેરિઅન્‍ટમાં આવે છે, અને ખરીદદારો ૮૮૪૯ ની સત્તાવાર વેબસાઇટ પરથી સીધા જ સ્‍માર્ટફોન ખરીદી શકે છે.

(10:57 AM IST)