<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

હવે હાથો પકડી ન રાખવો પડે એવી સ્‍માર્ટ છત્રી આવી ગઈ

આ એવી સ્‍માર્ટ અમ્‍બ્રેલા છે જે તમે જ્‍યાં જાઓ ત્‍યાં આપમેળે ઊડતી-ઊડતી તમને કવર કરે છે

બીજીંગ,તા.૦૬: એક ચાઇનીઝ એન્‍જિનિયરે ઊડતી છત્રીનો આવિષ્‍કાર કર્યો છે. આ એવી સ્‍માર્ટ અમ્‍બ્રેલા છે જે તમે જ્‍યાં જાઓ ત્‍યાં આપમેળે ઊડતી-ઊડતી તમને કવર કરે છે. તમારે હાથો પકડી રાખવો નથી પડતો. જાણે તમારા માટે જ ઊડતી રકાબી ફરતી હોય એવો અહેસાસ થાય. આ છત્રી વરસાદ અને ધોમધખતા તડકા બન્નેથી બચાવી શકે એવી છે. આ સ્‍માર્ટ છત્રી ડ્રોન ટેક્રોલોજીથી કામ કરે છે. એના ઉપરના આવરણની અંદર ચાર પ્રોપેલર લાગેલાં છે જે ડ્રોનની જેમ એને હવામાં ઊડવામાં મદદ કરે છે. એ છત્રીમાં સેન્‍સર્સ લાગેલાં છે જેને કારણે એ માણસને થ્રી-ડાયમેન્‍શનમાં ફોલો કરી શકે છે. સેન્‍સર્સમાં સેટિગ કરવાથી તમે જ્‍યાં જાઓ ત્‍યાં તમારી ઉપર જ ફરે છે.  આ છત્રીને ફોલ્‍ડ કરીને બેગમાં પણ મૂકી શકાય એમ છે. ૩ઝ પ્રિન્‍ટિંગ અને કાર્બન ફાઇબર તેમ જ નાયલોનથી બનેલી આ છત્રી બનાવતાં ચાઇનીઝ એન્‍જિનિયરને એક વર્ષનો સમય લાગ્‍યો હતો

(10:06 AM IST)