તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
AI ની સામે હવે ‘એન્ટિ-એઆઈ’ શસ્ત્ર: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દાદાગીરી રોકવા આવ્યું નવું ટૂલ:હવે ડેટા ચોરી કરનારાઓની ખેર નથી
ઝેરનું મારણ ઝેર: તમારી તસવીરો અને લખાણનો દુરુપયોગ રોકશે આ નવી ટેકનોલોજી:એઆઈ મોડલ્સને ગેરમાર્ગે દોરશે ‘એન્ટિ-એઆઈ’ ફિલ્ટર: પ્રાઈવસીના જંગમાં સામાન્ય માણસને મળ્યું મજબૂત કવચ:શું હવે એઆઈ બોટ્સ આપણી મરજી વગર ડેટા નહીં અડી શકે? ટેકનોલોજીની દુનિયામાં સર્જાયો નવો વળાંક

નવી દિલ્હી: અત્યાર સુધી દુનિયા એઆઈ (AI) ના ગુણગાન ગાતી હતી, પરંતુ તેની સાથે જોડાયેલા જોખમો અને ડેટા ચોરીની ફરિયાદો પણ વધવા લાગી હતી. હવે ટેક એક્સપર્ટોએ તેનું મારણ શોધી કાઢ્યું છે. બજારમાં નવા 'એન્ટિ-એઆઈ' ટૂલ્સ લોન્ચ કરવામાં આવ્યા છે, જે તમારા ફોટા, અવાજ અને લખાણને એઆઈ દ્વારા ટ્રેન થતા અટકાવશે. આ ટૂલ એવી રીતે કામ કરે છે કે જો કોઈ એઆઈ પ્રોગ્રામ તમારી સામગ્રી ચોરવાનો પ્રયત્ન કરે, તો આ સોફ્ટવેર તેને ખોટી માહિતી આપીને મુંઝવી નાખશે.
આ રીતે એઆઇનો ઉપયોગ વધુ પડતો વધ્યા પછી તેનો સામનો કરવાનાં ટૂલ પણ ડેવલપ થવા લાગ્યાં છે. અમેરિકાની હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં ગ્રેજ્યુએશન પૂરું કરવાની તૈયારી કરતા એક સ્ટુડન્ટે આવું એક ટૂલ વિકસાવ્યું છે. બેન હોર્વિટ્ઝ નામના આ વિદ્યાર્થીએ એવું ટૂલ વિકસાવ્યું છે જેને આપણે ટેકસ્ટ આપીએ તો તે તેમાં જાણી જોઇને, માણસ કરે એવી ભૂલો ઉમેરી આપે છે! ગ્રામરલી ટૂલ આપણા લખાણમાંની ભૂલો શોધી આપીને તેને સુધારવાનાં સૂચનો આપે છે. જ્યારે આ ટૂલ તેનાથી તદ્દન ઉલટું કામ આપે છે. એ વધુ પડતા પરફેક્ટ (એટલે કે એઆઇ-જનરેટેડ!) લખાણમાં ભૂલો ઉમેરી આપે છે.
મતલબ કે આખી વાત હવે યૂટર્ન લઇ રહી છે. અગાઉ આપણે જાતે લખાણ લખતા અને તેમાં ભૂલો ન રહી જાય એવી કોશિશ કરતા હતા. હવે બધું એઆઇ પાસે લખાવીએ છીએ તો તેમાં ભૂલો ઉમેરવી પડે છે! સિન્સિયરલી ટૂલ ક્રોમ બ્રાઉઝરમાં એડોન તરીકે ઉપલબ્ધ છે. તેનો શરૂઆતી ઉપયોગ મફત છે પછી રૂપિયા ચૂકવવા પડે છે.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
